Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરની અધ્યક્ષતામાં નાગરિકોની સમસ્યાઓનો તુરંત અંત આવ્યો:ગાંધીનગરના જિલ્લા સ્વાગતમાં 18માંથી 16 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ, અધિકારીઓને સમયબદ્ધ કાર્યવાહીની તાકીદ

    1 day ago

    ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મે મહિનાના જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો પર સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. જેના પરિણામે 18માંથી 16 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આજના જિલ્લા સ્વાગત ફોરમમાં વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓની હાજરીમાં અરજદારોને પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ દરેક અરજદારની રજૂઆતને શાંતિપૂર્વક સાંભળી હતી અને સંબંધિત વિભાગોને તે અંગે તાત્કાલિક યોગ્ય માર્ગદર્શન અને કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. 18માંથી 16 પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન થયું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના નાગરિકો તરફથી જમીન સંપાદન, ગેરકાયદે બાંધકામ અને સ્થાનિક માળખાકીય સુવિધાઓને લગતા કુલ 18 જેટલા વિવિધ જટિલ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ 18 માંથી 16 અરજીઓનો સકારાત્મક અને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકી રહેલી બે અરજીઓ માટે તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અરજદારોને વાંરવાર કચેરીના ધક્કા ન ખાવા પડે તે રીતે કામ કરવા સૂચના ત્યારે કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ વહીવટી તંત્રને તાકીદ કરી હતી કે, પ્રજાના પ્રશ્નોનું સમયબદ્ધ નિવારણ લાવવું એ વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનો ઉકેલ ત્વરિત મળે તે માટે અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં કલેક્ટરે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી અત્યંત પારદર્શક રીતે અને સમયસર પહોંચે તે માટે સમગ્ર વહીવટી તંત્રને વધુ સક્રિયતાથી કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ થકી વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચેના અંતરને ઘટાડીને સમસ્યાઓના ઉકેલ માટે એક મજબૂત માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેટરનરી ડોક્ટરોના રાજીનામા મુદ્દે વન વિભાગે મૌન તોડ્યું:ગીરમાં 8 સિંહબાળના મોત વચ્ચે 5 જિલ્લામાંથી 200 કર્મચારીઓ તહેનાત, 10 કિમી વિસ્તારમાં હાઈ-વોચ
    Next Article
    Gujarat Rain Prediction Live | 30મેથી 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment