Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન વેરા વસૂલાતમાં 8 જિલ્લા કલેક્ટરના ઠાગાઠૈયા:3.33 કરોડ ચો.મી. જમીન કેસોમાં કેગ જવાબની રાહમાં, અમદાવાદમાં સૌથી વધુ 41 કેસ

    10 hours ago

    રાજ્યમાં જમીન રૂપાંતર વેરા વસૂલાત અંગે કેગ (CAG) ઓડિટમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. કુલ 3,330,410.56 ચોરસ મીટર જમીન સંબંધિત કેસોમાં બિન અથવા ઓછી વેરા વસૂલાતના મુદ્દા સામે આવ્યા છે. ઓડિટ દરમિયાન 8 જિલ્લા કલેક્ટરો દ્વારા પ્રાથમિક જવાબોમાં વિવિધ બહાના રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ બીજી વખત પૂછાયેલા સવાલોમાં કેગને જવાબ જ આપવામાં આવ્યા નથી. હાલ કેગ બીજા જવાબોની રાહ જોઈ રહી છે. કુલ 134 જમીનના વિવિધ કેસોમાં જવાબ બાકી છે, જેમાંથી માત્ર 9 પૈકી 1 જ કલેક્ટરે પૂરતી વેરા વસૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ કલેક્ટરે AMC પાસેથી વેરો વસૂલાત થશે એવો જવાબ આપ્યો વિગતો મુજબ, અમદાવાદ જિલ્લામાં સાબરમતી રિવરફ્રન્ટ માટે 7,21,102 ચો.મી. જમીન (2020) માટે રૂ. 2.16 કરોડ વેરો વસૂલાયો નથી, જ્યારે કલેક્ટરે AMC પાસેથી વસૂલાત થશે એવો જવાબ આપ્યો હતો, પરંતુ 2025 સુધી કોઈ જવાબ મળ્યો નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 3961.56 ચો.મી. જમીન (2020 અને 2022) માટે રૂ. 6.33 લાખનો વેરો બાકી છે અને અન્ય વેરા સાથે વસૂલાશે એવો જવાબ આપ્યા છતાં હાલ સુધી કોઈ સ્પષ્ટતા નથી. બિન-ખેતી (NA) કેસોમાં 2,99,131 ચો.મી. જમીન (2020-22) માટે રૂ. 38.60 લાખની ઓછી વસૂલાત સામે આવી છે, જેમાં બોજાની નોંધ વખતે વસૂલાશે એવો જવાબ મળ્યો હતો, પરંતુ અંતિમ સ્થિતિ અજાણી છે. રાજકોટમાં AIIMS પ્રોજેક્ટ માટેની જમીનનો વેરો બાકી ગાંધીનગરમાં લેન્ડફિલ સાઇટ માટે 3,10,554 ચો.મી. જમીન (2020-22) માટે રૂ. 66.57 લાખની ઓછી વસૂલાત નોંધાઈ છે. કચ્છ જિલ્લામાં રહેણાંક-કોમર્શિયલ માટે 49,132 ચો.મી. જમીન માટે રૂ. 25.99 લાખ તથા બહુહેતુક ઉપયોગ માટે 4021 ચો.મી. જમીન માટે રૂ. 10.11 લાખની ઓછી વસૂલાત સામે આવી છે. રાજકોટમાં AIIMS પ્રોજેક્ટ માટે 9,24,507 ચો.મી. જમીન (2019-2023) માટે રૂ. 60.27 લાખનો વેરો વસૂલાયો નથી અને ચકાસણી પછી જવાબ આપવાનો જણાવાયો છે. ભાવનગરમાં રૂ. 13.29 લાખનો વેરો બાકી સુરેન્દ્રનગર જિલ્લામાં 43 કેસોમાં 5,53,026 ચો.મી. જમીન (2018-2022) માટે રૂ. 34.09 લાખની ઓછી વસૂલાત નોંધાઈ છે. ભાવનગરમાં ડિસેલિનેશન પ્લાન્ટ માટે 2,21,417 ચો.મી. જમીન (2021) માટે રૂ. 13.29 લાખનો વેરો બાકી હતો, જેમાં વસૂલાત થઈ હોવાનું જણાવાયું છે. દાહોદ જિલ્લામાં 4 કેસોમાં 66,584 ચો.મી. જમીન માટે રૂ. 9.07 લાખની ઓછી વસૂલાત સામે આવી છે. પંચમહાલ જિલ્લામાં 17 કેસોમાં 1,26,899 ચો.મી. જમીન માટે રૂ. 9.45 લાખ, બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલય માટે 1,21,410 ચો.મી. જમીન (2014) માટે રૂ. 7.28 લાખ તથા અમરેલીમાં GWIL ડિસેલિનેશન માટે 49,034 ચો.મી. જમીન (2020) માટે રૂ. 5.34 લાખના વેરા બાકી હોવાનું સામે આવ્યું છે. 134 કેસમાં કેગ હજુ જવાબની રાહમાં જિલ્લાવાર જોવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 41 કેસ, સુરેન્દ્રનગરમાં 43 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, પંચમહાલમાં 17 કેસ, કચ્છમાં 6 કેસ, દાહોદમાં 4 કેસ અને ભાવનગર, બોટાદ અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. આમ કુલ 134 કેસોમાં કેગ હજુ સુધી જવાબોની રાહ જોઈ રહી છે, જે રાજ્યની નાણાકીય શિસ્ત અને વહીવટી જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ ઇન્ડિયન્સ 300 IPL મેચ રમનારી પ્રથમ ટીમ બની:કેપ્ટન હાર્દિકે ટૉસ જીતીને બોલિંગ લીધી, ટીમનો હેડ ટુ હેડમાં જોરદાર રેકોર્ડ
    Next Article
    14 કરોડની ઉચાપત કરી ફરાર થયેલ એકાઉન્ટન્ટની ધરપકડ:સત્તાનો દુરુપયોગ કરી ખોટી પાર્ટીઓના નામે ખરીદી બતાવી રેકોર્ડમાં છેડછાડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment