Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ ઇન્ડિયન્સ 300 IPL મેચ રમનારી પ્રથમ ટીમ બની:કેપ્ટન હાર્દિકે ટૉસ જીતીને બોલિંગ લીધી, ટીમનો હેડ ટુ હેડમાં જોરદાર રેકોર્ડ

    14 hours ago

    IPLની આ સીઝનની બીજી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ મુંબઈના ઘરઆંગણે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ 300 IPL મેચ રમનારી પહેલી ફ્રેન્ચાઇઝી બનશે. જોકે, ટીમ છેલ્લા 13 વર્ષથી IPLમાં પોતાની ઓપનિંગ મેચ હારી રહી છે. બીજી તરફ, કોલકાતા વાનખેડે સ્ટેડિયમમાં ફક્ત બે મેચ જીતી શક્યું છે. MI પાંચ વખત (2013, 2015, 2017, 2019, 2020) ચેમ્પિયન રહી છે. ગયા સીઝનમાં ટીમ ત્રીજા સ્થાને રહી હતી. જ્યારે, KKRએ 2012, 2014 અને 2024 માં ટાઇટલ જીત્યા છે, પરંતુ ગયા સીઝન તેમના માટે ખાસ નહોતી રહી અને ટીમ આઠમા સ્થાને રહી હતી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, મયંક માર્કંડે, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, ઉમરાન મલિક, બ્લેસિંગ મુઝરબાની.
    Click here to Read More
    Previous Article
    MI vs KKR Match Live: मुंबई और कोलकाता के बीच होगी टक्कर,कौन मारेगा बाजी ? | IPL 2026
    Next Article
    જમીન વેરા વસૂલાતમાં 8 જિલ્લા કલેક્ટરના ઠાગાઠૈયા:3.33 કરોડ ચો.મી. જમીન કેસોમાં કેગ જવાબની રાહમાં, અમદાવાદમાં સૌથી વધુ 41 કેસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment