Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 મહાનગરપાલિકા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર:અમદાવાદના 33 સહિત 243 ઉમેદવારોના નામની જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા જામનગર, ભાવનગર, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જે વોર્ડમાં સૌથી ઓછા ફોર્મ દાવેદારી માટે આવ્યા હતા તે તમામ વોર્ડમાં પેનલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે(5 એપ્રિલ) ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ સાંજ સુધીમાં પહેલી યાદી જાહેર કરશે. AMCની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરશે,જેમાં શહેઝાદ ખાન, જગદીશ રાઠોડ, નીરવ બક્ષી, રાજશ્રી કેસરીની ટિકિટ લગભગ નક્કી છે. ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે. તેને લઈને શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે. આજે બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરાશે. સાથે જ ભાજપે આજથી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસે કહ્યું- આસામ CMની પત્નીના 3 પાસપોર્ટ:પૂછ્યું- ₹52000 કરોડ ક્યાંથી આવ્યા; હિમંતા વિદેશ ભાગી જશે, CMનો જવાબ- માનહાનિનો કેસ કરીશું
    Next Article
    રાજકોટના વેપારી સાથે UP ના શખ્સની રૂ.17.29 લાખની છેતરપિંડી:વ્યાજંકવાદની અરજીમાં કાર્યવાહી થશે તો પરિવાર સાથે દવા પી જઈશું - મહિલાની પોલીસને ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment