Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના વેપારી સાથે UP ના શખ્સની રૂ.17.29 લાખની છેતરપિંડી:વ્યાજંકવાદની અરજીમાં કાર્યવાહી થશે તો પરિવાર સાથે દવા પી જઈશું - મહિલાની પોલીસને ધમકી

    2 days ago

    શહેરના સંત કબીર રોડ ઉપર કનકનગરમાં ચાંદીકામનો વ્યવસાય કરતા દિપકભાઇ ઉર્ફે દીપો મંડલીએ થોરાળા પોલીસ મથકમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરના મુકેશ જયસ્વાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીએ ગોરખપુરના જયસ્વાલ જ્વેલર્સના માલિક તરીકે ઓળખ આપી હતી. જે બાદ કાચી ચાંદી વજન પ્રમાણે આપવાની લાલચ આપી જુદી જુદી ડીઝાઇનની ચાંદીની લેડીઝ પાયલનો ઓર્ડર આપ્યો હતો. જેથી વેપારીએ સિલ્વર મીક્સ ઓર્નામેન્ટસાના જુદી-જુદી ડીઝાઇનના રૂ.17,29,813 ની કિંમતના 15.723 કિલોગ્રામ દાગીના કુરિયર મારફત ગોરખપુર મોકલ્યા હતા. જોકે તે બાદ મુકેશ જયસ્વાલ નામના શખ્સે ઓર્ડરનું પેમેન્ટ આપવાની જગ્યાએ ખોટા ચાંદીના ચોરસા મોકલી દીધા હતા. જેથી પોલીસે તેની સામે સામે BNS ની કલમ 318(4), 319(2) મુજબ ગૂનો નોંધ્યો છે અને છેતરપિંડી કરનાર ગોરખપુરના શખ્સને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વ્યાજંકવાદની અરજીમાં કોઈ કાર્યવાહી થશે તો પરિવાર સાથે દવા પી જવાની ધમકી શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનુજ ડાંગરે ગવલીવાડ શેરી નંબર 12 માં રહેતા શહેનાઝબેન અલ્તાફભાઈ દલવાણી સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેનાઝબેન દલવાણી વિરુધ્ધમાં ભીસ્તીવાડમાં રહેતા મુસ્તાકભાઈ ઝુણાચે વ્યાજકવાદીનાં ત્રાસથી મુકિત અપાવવા બાબતની અરજી કરી હતી. જેથી શહેનાઝબેન પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અરજી બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો પોતે પરિવાર સાથે દવા પી જશે અને પોલીસ વિરૂધ્ધમાં ફરીયાદ કરશે તેમ જણાવી આરોપીએ પોતાની ઉપર કોઇ કાર્યવાહી ન કરવા ખોટું દબાણ ઊભું કર્યુ હતુ. જોકે પોલીસે મહિલા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હનુમાન જયંતિની પ્રસાદીનું બહાનું કરી મહિલાને જ્ઞાતિ અંગે હડધૂત કરી, પતિને મારી નાખવાની ધમકી શહેરમાં રહેતી એક મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત 3 એપ્રિલના સાંજે 7 વાગ્યે મુંજકા સ્થિત આર્ષ વિદ્યામંદિર પાસે હતા ત્યારે જયેશભાઇ સથવારાએ જીતુભાઇ નિરંજની ચઢામણીથી હનુમાન પ્રસાદીનું બહાનું કાઢ્યું હતું અને ગાળા ગાળી કરી હતી. જે બાદ જાતિ વિષયક અપશબ્દ બોલ્યા હતા અને તેમની સાથેના એક અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ કરીશ તો પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે મહિલાએ હિંમત દાખવી 5 એપ્રિલના પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગપણ પૂર્વે ખરાબ રિવ્યૂ આપતા મહિલાના પતિ પર હૂમલો શહેરના વાવડી ગામ પાસે લક્ષ્મણરાવ ઇમાનદાર વકીલ સાહેબ ટાઉનશીપમાં રહેતા 44 વર્ષીય રાજેશભાઈ જોટંગીયાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં દિવ્યેશ રાઠોડ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, સબંધીની દીકરીના સબંધની વાત આ કામના દીવ્યેશ રાઠોડ સાથે ચાલુ હતી. જે અંગે રાજેશભાઈની પત્નીએ દિવ્યેશ રાઠોડનો પરિવાર યોગ્ય ન હોવાની વાત કરી હતી. જે બાબતનો ખાર રાખી દિવ્યેશે રાજેશભાઈને લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે તેની સાથે અજાણ્યા શખ્સે ફડાકા ઝીંકી દીધા હતા. જેથી પોલીસે FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    8 મહાનગરપાલિકા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર:અમદાવાદના 33 સહિત 243 ઉમેદવારોના નામની જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    ગિરનાર દરવાજા પાસે પોલ ધરાશાયી:ભવનાથ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહનની ટક્કરે વીજ પોલ તૂટ્યો,વીજ કરંટના જોખમે લોકો રોડ પરથી થયા, ઇજનેરે કહ્યું કામગીરી શરૂ કરાય છે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment