Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસે કહ્યું- આસામ CMની પત્નીના 3 પાસપોર્ટ:પૂછ્યું- ₹52000 કરોડ ક્યાંથી આવ્યા; હિમંતા વિદેશ ભાગી જશે, CMનો જવાબ- માનહાનિનો કેસ કરીશું

    2 days ago

    કોંગ્રેસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિન્કી ભુઈયાં સરમા પર બેવડી નાગરિકતાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આસામના મુખ્યમંત્રીની પત્ની પાસે ત્રણ દેશો ઇજિપ્ત, એન્ટિગુઆ-બાર્બુડા અને UAEના પાસપોર્ટ છે. પવન ખેડાએ કોન્ફરન્સમાં ત્રણ પાસપોર્ટ પણ બતાવ્યા. તેમણે કહ્યું કે સરમાની રાજનીતિ મુસ્લિમો વિરુદ્ધ નફરત પર આધારિત છે, જ્યારે તેમની પત્ની પાસે બે મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે. તેમણે આગળ કહ્યું કે હિમંતાની પત્ની 52 હજાર કરોડ રૂપિયાની અમેરિકી કંપનીની પણ માલિક છે. મુખ્યમંત્રી હિમંતે કોંગ્રેસના આરોપોનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જવાબ આપ્યો. તેમણે લખ્યું કે- પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસની હતાશા અને ગભરાટ દર્શાવે છે. તેઓ પાયાવિહોણા હુમલા કરી રહ્યા છે. હું તેમના દરેક આરોપને નકારું છું. અમે 48 કલાકમાં પવન ખેડા પર માનહાનિનો કેસ કરીશું. કોંગ્રેસે કહ્યું- દુબઈમાં પ્રોપર્ટી અને 52 હજાર કરોડ ક્યાંથી આવ્યા પવન ખેડાએ દાવો કર્યો કે અમેરિકામાં હિમંતાની પત્ની રિંકી ભુઈયા સરમાની એક કંપની છે. આ કંપનીની મેમ્બર લિસ્ટમાં રિંકી ભુઈયા સરમા, હિમંતા બિસ્વા સરમા અને તેમના પુત્રનું નામ છે. આ કંપનીનું બજેટ 52,000 કરોડ રૂપિયાનું છે. તેમણે દાવો કર્યો કે રિંકી સરમાની દુબઈમાં 2 પ્રોપર્ટી છે, જેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. હિમંતનો જવાબ- કોંગ્રેસના પ્રોપેગેન્ડાનો પર્દાફાશ હિમંત બિસ્વા સરમાએ પવન ખેડાની કોન્ફરન્સના થોડા સમય પછી જ X પર પોસ્ટ કર્યું કે તેમના દ્વારા બતાવેલા દસ્તાવેજોમાં નામની જોડણી, ફોટો અને પાસપોર્ટ વિગતો જેવી ઘણી ગંભીર ભૂલો છે, જે સ્પષ્ટપણે તેમના નકલી અને ડિજિટલ છેડછાડ હોવાનો પુરાવો છે. આ મનઘડંત દસ્તાવેજોના આધારે જૂઠ ફેલાવવા માટે પવન ખેડાને જેલ જવું પડશે અને સત્યનો વિજય થશે. 2 ફેબ્રુઆરીએ સરમાએ કહ્યું હતું કે ગૌરવ ગોગોઈની પત્ની પાકિસ્તાની એજન્ટની નજીક છે આસામના CMએ 2 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે કોંગ્રેસના સાંસદ ગૌરવ અને તેમની પત્ની એલિઝાબેથ, પાકિસ્તાની એજન્ટ અલી તૌકીર શેખની ખૂબ નજીક છે. એક પાકિસ્તાની ફર્મે ગૌરવની પત્નીને નોકરી આપી, પછી તેમને ભારતમાં ટ્રાન્સફર કરી દીધા. એલિઝાબેથ ભારત સાથે જોડાયેલી ઘણી માહિતીઓ એકઠી કરતી હતી અને પાકિસ્તાની નાગરિક અલી શેખને રિપોર્ટ આપતી હતી. અલી તૌકીર શેખ એલિઝાબેથને આ કામ માટે પગાર આપતો હતો. હિમંતાએ એવો પણ દાવો કર્યો હતો કે અલી તૌકીર 2010થી 2013ની વચ્ચે 13 વખત ભારત આવ્યો હતો. તેનો હેતુ દુનિયામાં ભારત વિરોધી નેરેટિવ તૈયાર કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    Six animal superpowers humans can only dream of
    Next Article
    8 મહાનગરપાલિકા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર:અમદાવાદના 33 સહિત 243 ઉમેદવારોના નામની જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment