Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના 8 તાલુકામાં 30 દિવસના વિરામ બાદ મેઘમહેર:લુણાવાડા-સંતરામપુરમાં 21 મીમી વરસાદ, ઝાપટાંથી ખેડૂતોમાં આશા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    9 hours ago

    મહીસાગર જિલ્લામાં 30 દિવસના લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરના સમયે લુણાવાડા અને સંતરામપુર પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી અને આશા જોવા મળી રહી છે. જિલ્લાના 8 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ લુણાવાડા અને સંતરામપુરમાં 21 મિલિમીટર, ગોધરમાં 19 અને કોઠંબામાં 14 મિલિમીટર જ્યારે બાલાસિનોરમાં 10 અને વીરપુરમાં 8 મિલિમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા 30 દિવસથી વધુ સમયથી વરસાદ નહોતો પડ્યો. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાક પર સંકટ આવ્યું હતું. મોંઘા બિયારણ, ખાતર અને દવા પાછળ ખર્ચ કર્યા પછી ખેડૂતો પાક બચાવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા લુણાવાડા અને સંતરામપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લુણાવાડામાં થોડા સમય માટે પડેલા વરસાદથી શહેરના કેટલાક રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. આ વરસાદથી ખેડૂતોની આશા ફરી જીવંત બની છે, પરંતુ માત્ર ઝાપટાંથી તેમની ચિંતા દૂર થાય તેમ નથી. ખેતરમાં ઉભેલા પાકને બચાવવા માટે હજુ સારા અને ધોધમાર વરસાદની જરૂર છે. ચાલુ વર્ષે મહીસાગર જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે. તેના કારણે જિલ્લાના ઘણા જળાશયો, તળાવો અને નદીઓમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે. ખેડૂતો સહિત સમગ્ર જિલ્લાને આશા છે કે આગામી દિવસોમાં સારો વરસાદ પડશે અને જળાશયો તથા તળાવોમાં પાણીની આવક વધશે. હાલના વરસાદી ઝાપટાંથી થોડી રાહત મળી છે, પણ ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠાના ઈકબાલગઢ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ:મુરઝાતા પાકોને નવજીવન મળવાની આશા, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી
    Next Article
    PM મોદીના જન્મદિવસ પહેલા અમરેલીમાં ઉર્જા મંત્રીએ બેઠક યોજી:જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેવા સંકલ્પ અભિયાન માટે હોદ્દેદારોને ખાસ સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment