Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠાના ઈકબાલગઢ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ:મુરઝાતા પાકોને નવજીવન મળવાની આશા, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી

    6 hours ago

    બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઈકબાલગઢ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં હતા. જોકે, હાલ વરસાદ વરસતા મુરઝાતા પાકોને નવજીવન મળવાની આશા જાગી છે. ઈકબાલગઢ અને તેની આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતરોમાં ભેજ આવવાથી ખેડૂતોને પાક બચી જવાની આશા છે. લાંબા સમયથી વરસાદ ન હોવાથી ખેતીના પાક પર સંકટ હતું. જોકે, હાલ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લાના ઘણા નાના-મોટા જળાશયો અને ડેમોમાં પૂરતું પાણી આવ્યું નથી, જેના કારણે મોટાભાગના જળાશયો ખાલી છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો મોટી રાહત મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુરમાં નવી બનતી બિલ્ડિંગના 12મા માળેથી કૂદીને યુવાને જીવન ટૂંકાવ્યું:34 વર્ષીય રોહન નાર્વેકરનું ઘટનાસ્થળે જ મોત
    Next Article
    મહીસાગરના 8 તાલુકામાં 30 દિવસના વિરામ બાદ મેઘમહેર:લુણાવાડા-સંતરામપુરમાં 21 મીમી વરસાદ, ઝાપટાંથી ખેડૂતોમાં આશા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment