Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીલજમાંથી 8 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ:ટુ-વ્હીલર પર 245 ગ્રામ ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળ્યા'તા, આરોપીઓ નશાકારક પદાર્થ ક્યાંથી લાવ્યા તેની તપાસ શરૂ

    15 hours ago

    અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ શીલજ સર્કલ પાસે દરોડો પાડી પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ટુ-વ્હીલર પર ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળેલા આ શખ્સો પાસેથી ₹8.57 લાખની કિંમતનો નશાકારક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસે 245 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય DySP આસ્થા રણાના જણાવ્યા અનુસાર, SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો ટુ-વ્હીલર પર શીલજ સર્કલથી ગામ તરફ નશાકારક પદાર્થ લઈને જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી યશ ચૌહાણ (ઉં.વ. 27) અને નીરજ પટેલ (ઉં.વ. 42) ને આંતરીને તપાસ કરી હતી. તેમની પાસેથી 245 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹8,57,000 થાય છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી નીરજ પટેલ નોકરી કરે છે, જ્યારે યશ ચૌહાણ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બંને આરોપીઓ નશાની લત ધરાવે છે અને આ વ્યસનને કારણે જ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ બંને શખ્સો ટુ-વ્હીલર પર ગાંજાના જથ્થાનું છૂટકમાં વેચાણ કરવાના ઈરાદે નીકળ્યા હતા. આરોપીઓ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યા? પોલીસે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ આ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને અગાઉ કેટલી વખત આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી:વિશાળ બાઇક રેલીમાં ઉમટી જનમેદની, લોકોએ પુષ્પવર્ષા કરી
    Next Article
    ચંદ્રુમાણામાં રોહિત વાસ દ્વારા જોગમાતાનો વાર્ષિક યજ્ઞ:સમસ્ત જ્ઞાતિજનોએ યજ્ઞમાં આહુતિ આપી, મુખ્ય યજમાન ચાવડા હિતેશભાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment