Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વચ્ચે નિફ્ટી 8% તૂટી 23800 નજીક:ક્રૂડની તેજી અને યુદ્ધના તણાવથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું; રોકાણકારોને 18 મહિનાથી ‘નો-રિટર્ન’

    22 hours ago

    ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે છેલ્લા 18 મહિના ખાસ લાભદાયક રહ્યા નથી. સપ્ટેમ્બર 2024માં બજારે ટોચ બનાવ્યા પછી ડિસેમ્બર 2025માં થોડા સમય માટે ફરી ઊંચાઈ જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ બજાર સતત દબાણમાં રહ્યું છે અને મુખ્ય ઇન્ડેક્સ અંડરપરફોર્મર રહ્યા છે. હાલમાં સેન્સેક્સ તેની 86,159ની ટોચની સરખામણીમાં લગભગ 10.8% નેગેટિવ રિટર્ન આપી રહ્યો છે. ડોલર મૂલ્યમાં જોવામાં આવે તો આ ઘટાડો લગભગ 13% સુધી પહોંચ્યો છે, જેના કારણે વિદેશી રોકાણકારો (FPI) માટે નુકસાન વધુ વધી ગયું છે. મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે અને સ્મોલકૅપ ઇન્ડેક્સ વર્ષના ઉચ્ચ સ્તરથી લગભગ 15% નીચે સરકી ગયો છે. આ દરમિયાન વૈશ્વિક પરિબળોએ પણ બજાર પર દબાણ વધાર્યું છે. પહેલા ટેરિફની અનિશ્ચિતતા, ત્યારબાદ AI સંબંધિત ગભરાટ અને હવે ઇરાન-અમેરિકા યુદ્ધના તણાવને કારણે ભારતીય શેરબજાર તેજી તરફી બની શક્યું નથી અને વૈશ્વિક બજારોની સરખામણીમાં અંડરપરફોર્મર રહ્યું છે.બુધવારે બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ વધુ ગાઢ બન્યો હતો. સેન્સેક્સ 1342.27 પોઇન્ટ ઘટીને 76,863.71 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 394.75 પોઇન્ટ તૂટીને 23,866.85 પર બંધ રહ્યો હતો. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી ભારતીય બજારમાં સરેરાશ 10% જેટલો ઘટાડો આવી ચૂક્યો છે અને હાલની સ્થિતિમાં હજુ અંદાજે 5% સુધી વધુ કરેક્શન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક યુદ્ધ અને માર્કેટ પર અસર વર્ષ યુદ્ધ સેન્સેક્સ નિફ્ટી 2026 US-ઇરાન-ઇઝરાયલ 6.5% 6.3% 2022 રશિયા-યુક્રેન 15.0% 14.7% 2023 ઇઝરાયલ-હમાસ 2.0% 1.5% 2003 યુએસ-ઇરાક 5.0% 5.0% 1999 ભારત-પાકિસ્તાન 13.0% 12.5% મોટાભાગના યુદ્ધ બાદ માર્કેટ 2-4 મહિનામાં રિકવર થઈ શક્યું શેરબજારના ઇતિહાસ મુજબ યુદ્ધ અથવા જિયોપોલિટિકલ તણાવની શરૂઆતમાં બજારમાં મોટો ઘટાડો જોવા મળે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં બજાર થોડા જ મહિનાઓમાં નુકસાન સરભર કરીને ફરી તેજી પકડે છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બજાર બોટમ બાદ 3-4 મહિનામાં જ રિકવર થઈને નવી ટોચ પર પહોંચ્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે, જે બજારના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યો છે. જોકે હાલના સ્તરે બજારનું મૂલ્યાંકન પહેલાં કરતાં વધુ યોગ્ય લાગે છે, કારણ કે નિફ્ટી લગભગ 20 પીઇ પર ટ્રેડ થઈ રહ્યો છે. યુદ્ધના માહોલમાં સામાન્ય રીતે 10-15% સુધીનો ઘટાડો જોવા મળે છેે.” > રાહુલ સિંહ, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ઇક્વિટી), ટાટા એસેટ મેનેજમેન્ટ
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ‘વોર્મ નાઇટ’ એલર્ટ:રાતે ગરમ પવન ફૂંકાશે, 30 ડિગ્રી તાપમાન રહેશે
    Next Article
    નીતિ આયોગે ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ જાહેર કર્યો:નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ગુજરાત 50ના સ્કોર સાથે ચોથું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment