Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં 8 જૂનથી નવું શૈક્ષણિક કાર્ય શરૂ થશે:2346 પ્રા.શાળામાં 4 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

    2 days ago

    બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષાનું 1 મેના રોજ પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને નિયમ મુજબ વર્ગબઢતી અપાશે. જ્યારે 4 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. અને 8 જૂનથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થશે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 ના અંતે પ્રાથમિક શાળાઓ માટે 35 દિવસના ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી છે. જિલ્લાની તમામ 2346 પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ 4 મે, 2026થી થશે અને તે 7 જૂન, 2026 સુધી રહેશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આરામનો સમય મળશે. વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન, 2026થી શાળાઓમાં નવું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ફરી શરૂ કરાશે. તે પહેલાં દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પરિણામ 1 મે, 2026ના રોજ જાહેર કરાશે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને નિયમાનુસાર વર્ગબઢતી અપાશે. આ પ્રક્રિયા પારદર્શક અને નિયમસર પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન અને પત્રના સંદર્ભે લેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ કોના માથે?:ભાજપે 30 વર્ષે બ.કાંઠા જિલ્લા પંચાયત કબજે કરી પ્રમુખ બ્રહ્મ સમાજમાંથી બનવાની શક્યતા
    Next Article
    પરિણીતાને બ્લેકમેઈલ કરવામાં આવી:ફોટા વાયરલની ધમકીથી 10 ઝેરી ગોળીઓ ખાઇ પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment