Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જનરલ સર્જરીનો નિઃશુલ્ક તપાસ અને સારવાર કેમ્પ:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં 8 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી

    1 day ago

    સુરેન્દ્રનગરના દુધરેજ રોડ પર આવેલી શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે જનરલ સર્જરીના દર્દીઓ માટે નિઃશુલ્ક તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ 8 ઓક્ટોબર, 2026ના ગુરુવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ઇમરજન્સી વિભાગમાં યોજાશે.આ કેમ્પમાં પેટમાં દુખાવો, એસિડિટી, કબજિયાત, હરસ-મસા-ભગંદર, સારણગાંઠ, એપેન્ડિક્સ, કિડની-પિત્તાશયની પથરી, પ્રોસ્ટેટની તકલીફ, ચરબીની ગાંઠ, થાઇરોઇડ જેવી સર્જિકલ સમસ્યાઓ માટે નિષ્ણાત ડોકટરો તપાસ કરશે. ડોક્ટર દ્વારા તપાસ અને રૂટીન લોહીની તપાસો (જેમ કે CBC, S. Creatinine, RBS) નિઃશુલ્ક રહેશે. દવાઓ, એક્સ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફી, MRI અને સ્પેશિયલ લોહીની તપાસમાં 50 ટકા સુધી રાહત મળશે.તપાસ અને સારવાર ડોક્ટરની સલાહ મુજબ જ કરાશે. કેમ્પના દિવસે સવારે ટોકન અપાશે. દર્દીઓને આ સેવાયજ્ઞનો લાભ લેવા નોંધણી કરાવવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે 83243 39076 / 6399 108 106 પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની શાળાઓમાં ફાયર સેફ્ટીની પાઠશાળા યોજાઈ:મહાનગરપાલિકાની ફાયર સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓ-સ્ટાફને આગ અને કુદરતી આપત્તિથી બચાવની તાલીમ અપાઈ
    Next Article
    વીજ ટાવર લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:સુરત-ભરૂચના ખેડૂતોએ આંધી ગામે રણનીતિ ઘડી, 12મીએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરશે, 'સત્યાગ્રહ છાવણી' શરૂ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment