Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ:8 મિનિટમાં 200 દાખલા ઉકેલ્યા

    20 hours ago

    વડોદરામાં 21મી ઓલ ગુજરાત સ્ટેટ લેવલ યુસીમાસ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં યુસીમાસ ફતેગંજ સેન્ટરના 9 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમને C, D, E, Z, A કેટેગરીમાં ઝોનલ અને H કેટેગરીમાં મેરીટ એવોર્ડ મળ્યા હતા. વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુસીમાસ ઈન્ડિયાના સીઈઓ ડૉ. સ્નેહલ કારિયા અને યુસીમાસ ઈન્ડિયાના બિઝનેસ હેડ સિમ્પલીસીઓ મેનેઝિસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુસીમાસ ફતેગંજ સેન્ટરના સિનિયર કોર્ષ ઇન્સ્ટ્રક્ટર હેતલ રાઠોડે માહિતી આપતા જણાવ્યું કે, 1999માં સ્થપાયેલા આ સેન્ટરમાં 2007-2008 દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરોએ સંશોધન કર્યું હતું. તેમણે શોધી કાઢ્યું કે એબેક્સની તાલીમ બાળકોના IQમાં વધારો કરે છે અને તેમની વિચારવાની તથા નિર્ણય લેવાની શક્તિ અન્ય બાળકો કરતાં વધુ હોય છે. શહેરમાં યોજાયેલી 21મી ઓલ ગુજરાત સ્ટેટ લેવલની યુસીમાસ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં બાળકોએ માત્ર 8 મિનિટમાં 200 મેન્ટલ એરિથમેટિકના દાખલા ઉકેલ્યા હતા. આ સ્પર્ધામાં બિયંકા અરૂણ પંડિતાને ઝોનલ એવોર્ડ અને પરમ પટેલને H કેટેગરીમાં મેરીટ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત, C કેટેગરીમાં અવેશ શાહ ફર્સ્ટ રનર્સ અપ, D કેટેગરીમાં સમર્થ રાજગરીયા સેકન્ડ રનર્સ અપ અને જાગૃય રાજગરીયા થર્ડ રનર્સ અપ રહ્યા હતા. E કેટેગરીમાં હેત પટેલ ફોર્થ રનર્સ અપ, Z કેટેગરીમાં તહેઝીમ શેખ ફિફ્થ રનર્સ અપ, જ્યારે A કેટેગરીમાં અનમ વોરા અને વૈદેહી સીયાલ ફિફ્થ રનર્સ અપ બન્યા હતા. એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેરટેકર રાખતા પહેલા સાવધાન!:95 વર્ષીય વૃદ્ધના કેરટેકરે ચેક પર ખોટા સહી કરીને 1.20 લાખની છેતરપિંડી, પેન્શનમાં 22 લાખ ઉપાડવાનો પ્રયાસ કર્યો
    Next Article
    સંતરામપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પંચકુંડી મહાયજ્ઞ યોજાયો:ગાયત્રી શક્તિ પીઠ ખાતે ધારાસભ્ય ડો.કુબેર ડીંડોરે યજ્ઞમાં આહુતિ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment