Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરટેકર રાખતા પહેલા સાવધાન!:95 વર્ષીય વૃદ્ધના કેરટેકરે ચેક પર ખોટા સહી કરીને 1.20 લાખની છેતરપિંડી, પેન્શનમાં 22 લાખ ઉપાડવાનો પ્રયાસ કર્યો

    20 hours ago

    વડોદરા શહેરમાં માનવતા અને વિશ્વાસને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 95 વર્ષીય નિવૃત્ત વૃદ્ધની સંભાળ રાખવા માટે રાખવામાં આવેલા કેરટેકરે જ પરિવારના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી બેંકના ચેક પર ખોટી સહીઓ કરીને ₹1.20 લાખ ઉપાડી લીધા હતા. એટલું જ નહીં, આરોપીએ 22 લાખ રૂપિયાનો વધુ એક ચેક ક્લિયર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારની સતર્કતાને કારણે સમયસર 'સ્ટોપ પેમેન્ટ' થઈ જતાં આ મોટી છેતરપિંડી અટકી ગઈ હતી. આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મયુર કેર એજન્સી મારફતે રખાયો હતો કેરટેકર મળતી માહિતી મુજબ, વડોદરાના દીવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ટેલિકોમ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાગૃતભાઈ ભાસ્કરભાઈ વોરાએ પોતાના 95 વર્ષીય નિવૃત્ત પિતા ભાસ્કરભાઈ વોરાની દેખભાળ માટે ફેબ્રુઆરી-2026માં 'મયુર કેર એજન્સી' મારફતે અનિલભાઈ અંબાલાલ મકવાણા (રહે. ગુરુકૃપા સોસાયટી, ખંભાત, જી. આણંદ) ને કેરટેકર તરીકે રાખ્યા હતા. ઘરમાં ફરજ બજાવતી વખતે કેરટેકર અનિલ મકવાણાને વૃદ્ધના રૂમમાં રાખવામાં આવેલા મહત્વના દસ્તાવેજો, બેંકની ચેકબુક અને અન્ય અંગત વિગતોની જાણ થઈ ગઈ હતી. જે બાદ મે મહિનામાં આરોપી અનિલ અચાનક જ કામ પર આવવાનું બંધ કરી દીધું હતું. ATM થી રકમ ઉપાડવા જતા છેતરપિંડીનો પર્દાફાશ થયો 1 જૂનના રોજ જ્યારે જાગૃતભાઈ પોતાના પિતાના એ.ટી.એમ. કાર્ડથી પૈસા ઉપાડવા ગયા ત્યારે બેંક એકાઉન્ટમાંથી ₹1.20 લાખ ઓછો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, ખંભાત સ્થિત ICICI બેંકની શાખામાંથી વૃદ્ધ પિતાની બોગસ (ખોટી) સહી કરીને ચેક મારફતે આ રકમ ઉપાડી લેવામાં આવી હતી. 22 લાખનો બીજો ચેક ક્લિયર થાય તે પહેલાં જ 'સ્ટોપ પેમેન્ટ' કરાવ્યું તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે, આરોપી કેરટેકરે બેંક ઓફ ઈન્ડિયાના પેન્શન ખાતામાંથી ₹૨૨ લાખનો વધુ એક ચેક પણ ક્લિયર કરાવવા માટે બેંકમાં રજૂ કર્યો હતો. જોકે, બેંકમાંથી પરિવારના મોબાઈલ પર મેસેજ આવતા જ પરિવારજનોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બેંકનો સંપર્ક કરી 'સ્ટોપ પેમેન્ટ' કરાવી દીધું હતું, જેના કારણે મોટી રકમની છેતરપિંડી થતાં અટકી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી પોતાના પિતાની સંભાળ માટે રાખેલા કેરટેકરે વિશ્વાસઘાત કરી, ખોટી સહીઓ વડે ચેકનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરતાં જાગૃતભાઈ વોરાએ અકોટા પોલીસ સ્ટેશનમાં અનિલ અંબાલાલ મકવાણા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડતાલ આચાર્ય નિવાસસ્થાને ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો:દેશ-વિદેશથી લાખો હરિભક્તો ઉમટ્યા, આચાર્ય અજેન્દ્રપ્રસાદજીનું પૂજન કરવામાં આવ્યું
    Next Article
    વડોદરાના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ:8 મિનિટમાં 200 દાખલા ઉકેલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment