Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારીના જળજીવડી ગામ નજીક 8 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો:માથાના ભાગે ગંભીર ઈજાઓ, વનવિભાગની ટીમે દીપડાને પકડવા કવાયત શરૂ કરી

    16 hours ago

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક રહેણાંક મકાનમાં 8 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી. વિનુભાઈ પાટડીયાની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. ઘટના સમયે પરિવારના સભ્યોની નજર સામે જ દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. પરિવારજનો દોડી આવતા દીપડો ભાગી ગયો બાળકી પર દીપડો હુમલો કરી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાના હુમલામાં બાળકી ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વનવિભાગની ટીમે દીપડાને પકડવા કવાયત શરૂ કરી ઘટનાની જાણ થતાં દલખાણીયા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીપડાનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરી છે. દીપડાને ઝડપી પાડવા માટે પણ વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રહેણાંક વિસ્તારોમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભય ધારી પંથકમાં વન્યપ્રાણીઓની અવરજવર અને હુમલાની ઘટનાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો નજીક દીપડાની હાજરીને કારણે લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોમાં વનવિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાની તબિયત લથડી:પાટડીના પાનવા દર્શને આવતા બ્લડપ્રેશર લો થયું, ડોકટરોએ તત્કાલ સારવાર આપી સ્વસ્થ કર્યા
    Next Article
    દાહોદમાં ચૈતર વસાવાના સમર્થકોનો પોલીસ પર પથ્થરમારો:વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ડીજેથી રસ્તો બ્લોક કર્યો, પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment