Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી જગ્યા પર 35 જેટલા દબાણો દૂર કરવાનો આદેશ‎:કાલોલ તાલુકાના અડાદરામાં 132 ગેરકાયદે દબાણદારોને ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી

    1 day ago

    કાલોલ તાલુકાના અડાદરા ગામે રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણો તેમજ તેના કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાથી ગ્રામજનો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ગામમાં સુચારુ વાહનવ્યવહાર અને નાગરિકોની સુવિધા માટે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા સરકારી જમીન તથા રસ્તા પૈકી થયેલા તમામ દબાણોની નિયમાનુસાર માપણી કરાવાઇ હતી. માપણી અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને દબાણવાળી જગ્યાઓ પર સ્પષ્ટ રેડ લાઇન (લાલ નિશાન) દોરી આપી દબાણનો વિસ્તાર નક્કી કરાયો હતો. માપણી પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે, જેમાં કુલ 132 જેટલા દબાણકર્તાઓને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી છે. પંચાયતની સરવે કામગીરી દરમિયાન જાણવા મળ્યું છે કે કુલ દબાણો પૈકી 97 દબાણો માલિકીની જમીન પર કાયદાકીય મર્યાદા બહાર કરવામાં આવેલા છે, જ્યારે 35 જેટલા દબાણો સરકારી જમીન પર સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવાયા છે. ગ્રામ પંચાયતે તમામ દબાણદારોને નોટિસ આપીને આગામી 7 દિવસમાં સ્વેચ્છાએ તમામ દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવાનો આદેશ આપ્યો છે. પંચાયતની આ નોટિસથી ગામના દબાણદારોમાં ભારે ફફડાટ અને ખળભળાટ વ્યાપી ગયો છે. હવે આગામી દિવસોમાં દબાણકર્તાઓ પોતે સ્વેચ્છાએ દબાણો હટાવી લેશે કે પછી ગ્રામ પંચાયત દ્વારા બુલડોઝર ફેરવીને કડક હાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાશે, તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાધીશજીના નિજ મંદિરમાં‎નવરાત્રીમાં ગરબો અને અખંડ દિપ‎:નવ દિવસ દરમિયાન ગરબાની સ્થાપના સાથે અખંડ દિપ રહે છે પ્રજવલ્લિત
    Next Article
    વેજલપુરના સોહેલ જમાલને રાજસ્થાનમાં આઇકોનિક ટીચર એવોર્ડ‎:8 વાર હાર્ટ અટેક, છતાં હિંમત ન હારી પુત્રને શિક્ષક બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment