Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રા.લો. સંઘની 8 સપ્ટેમ્બરના યોજાશે ચૂંટણી:પ્રભારીની મધ્યસ્થી બાદ 15 પૈકી 10 બેઠક બિનહરીફ થતા 5 બેઠક પર પણ યોજાશે ચૂંટણી, બે પૂર્વ મંત્રીની વર્ચસ્વ લડાઈ યથાવત

    5 days ago

    એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એટલે રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ આ સહકારી સંસ્થાની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાવવાની છે ત્યારે નાના એવા સહકારી સંસ્થાની ચૂંટણીમાં પણ પ્રદેશ અને દિલ્લીના મવડી મંડળ સુધી લોબિંગ થયા બાદ પણ ડેમેજ કંટ્રોલ ન થતા બે નેતાઓની વર્ચવ્સની લડાઈ વધુ ગરમ થતા હવે રાજકીય માહોલ વધુ તેજ બન્યો છે. રાજકોટ અને લોધીકા તાલુકાની કુલ 15 બેઠક પૈકી 10 બેઠક બિનહરીફ થતા હવે બાકીની 5 બેઠક પર આગામી 8 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે અને ત્યારબાદ ચેરમેન વાઇસ ચેરમેન પદ સુધી ખેંચતાણ યથાવત જોવા મળશે ત્યારે બે પૂર્વ મંત્રીઓની વર્ચસ્વની લડાઈ પર કોની જીત થશે તેના પર સૌકોઇની મીડ આજે પણ મંડાયેલી છે. રાજકોટમાં ગત 20.08.2026ના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને આ દિવસે ભાજપ મેન્ડેટ આપશે તેમ કહી બપોરના 1 વાગ્યા સુધી વાટ જોવડાવી પરંતુ બે નેતાઓ વચ્ચે સમાધાન ન થતા અને જૂથવાદને ડામવામાં નિષ્ફ્ળ નીવડેલી જિલ્લાની નેતાગીરી સામે પ્રદેશ ભાજપ દ્વારા કોઈ ને પણ મેન્ડેટ ન આપી તમામને ફોર્મ ભરવા સૂચના આપી હતી જે તમામ 35 ફોર્મ માન્ય રહેતા 5 દિવસ સુધી ફોર્મ પરત ખેંચવા માટે સમય આપવામાં આવતા છતાં તમામ બેઠકો બિનહરીફ કરાવવામાં સફળતા ન મળતા હવે આગામી 8 સપ્ટેમ્બરના રોજ 15 પૈકી 5 બેઠક પર સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તા. 9 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી માટે 15 બેઠક પર કુલ અગાઉ 35 ફોર્મ ભરાયા હતા જે પૈકી 10 બેઠક બિનહરીફ થતા હવે 5 બેઠક પર 10 ઉમેદવારો લડશે ચૂંટણી અને દરેક જૂથમાં સામ-સામે બે ઉમેદવારો મેદાનમાં હોવાનું સામે આવ્યું છે. જેમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા ચૂંટણી લડશે, વિજય સખીયા સામે પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા ચૂંટણી લડશે, બાબુ નસીત સામે હરજીભાઈ પીપડીયા ચૂંટણી લડશે, અનિરુદ્ધ સિંહ જાડેજા સામે નિતીન રૈયાણી ચૂંટણી લડશે અને મહેશ આસોદરીયા સામે ધીરુભાઈ રોકડ ચૂંટણી લડશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાની સાંકલી પ્રાથમિક શાળામાં 4 નવા ઓરડાનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય સી.કે. રાહુલજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
    Next Article
    ‘ખેલો ઇન્ડિયા સંવાદ’માં PM મોદીએ યુવાનો સાથે કર્યો વર્ચ્યુઅલ સંવાદ:માંડવિયાએ કહ્યું- 2036 ઓલિમ્પિક માટે ભારતની પ્રતિભાઓ તૈયાર કરવી મોટો લક્ષ્યાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment