Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ખેલો ઇન્ડિયા સંવાદ’માં PM મોદીએ યુવાનો સાથે કર્યો વર્ચ્યુઅલ સંવાદ:માંડવિયાએ કહ્યું- 2036 ઓલિમ્પિક માટે ભારતની પ્રતિભાઓ તૈયાર કરવી મોટો લક્ષ્યાંક

    5 days ago

    ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખાતે 'MY Bharat' ગાંધીનગર દ્વારા ‘ખેલો ઇન્ડિયા સંવાદ – ખેલ કી બાત, PM કે સાથ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 350થી વધુ યુવા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવાનો, રમતવીરો અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધીને ફિટનેસને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા તેમજ ભારતને વૈશ્વિક સ્તરે રમતગમતની મહાસત્તા બનાવવા માટે સક્રિય યોગદાન આપવા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 2036 ઓલિમ્પિક્સ માટે પ્રતિભાઓને તૈયાર કરવાનો સંકલ્પ: ડૉ. મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ રમતગમતને માત્ર એક ઇતર પ્રવૃત્તિ ગણવાને બદલે રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે સ્વીકારવામાં આવી છે. વર્ષ 2023માં શરૂ કરાયેલા ‘MY Bharat’ પ્લેટફોર્મ સાથે આજે કરોડો યુવાનો જોડાઈને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. દેશભરની IIT, IIM, NIT અને AIIMS સહિતની સંસ્થાઓ મળીને 1500થી વધુ સ્થળોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને જોડાણ કરવામાં આવ્યું હતું. સરકારનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિક્સ રમતોત્સવ માટે ભારતની યુવા રમત પ્રતિભાઓને અત્યારથી જ વિશ્વકક્ષાનું પ્રશિક્ષણ અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તૈયાર કરવાનો છે. ઓલિમ્પિયન ગગન નારંગ અને પેરા-આર્ચર શીતલ દેવીએ પ્રેરણા પૂરી પાડી આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા નિશાનેબાજ ગગન નારંગ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ પેરા-આર્ચરી ખેલાડી શીતલ દેવીએ યુવાનો સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો. ટોક શો સત્ર દરમિયાન બંને દિગ્ગજ ખેલાડીઓએ પોતાના જીવનના સંઘર્ષો, આકરી તાલીમ તેમજ સફળતા અને નિષ્ફળતામાંથી મેળવેલા બોધપાઠ વહેંચીને ઉપસ્થિત રમતવીરોમાં નવો ઉત્સાહ અને જોમ ભર્યા હતા. વિકસિત ભારત@2047 અને નશામુક્ત યુવા વિષય પર યુવા સંવાદ યોજાયો કાર્યક્રમ અંતર્ગત આયોજિત વિશેષ ‘યુવા સંવાદ’ સત્રમાં યુવાનોએ રમતગમતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, ગ્રાસરૂટ ટેલેન્ટ હન્ટ, સ્પોર્ટ્સ ટ્રેનિંગ, યુવા નેતૃત્વ, ફિટનેસ કલ્ચર, નશામુક્ત ભારત અને વિકસિત ભારત@2047 ના નિર્માણ જેવા પાયાના વિષયો પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ઇન્ફ્લુએન્સર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મૂના, MY Bharat ગુજરાતના રાજ્ય નિર્દેશક સચિન શર્મા, NSS ના પ્રાદેશિક નિર્દેશક કમલ કુમાર કર તેમજ જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રા.લો. સંઘની 8 સપ્ટેમ્બરના યોજાશે ચૂંટણી:પ્રભારીની મધ્યસ્થી બાદ 15 પૈકી 10 બેઠક બિનહરીફ થતા 5 બેઠક પર પણ યોજાશે ચૂંટણી, બે પૂર્વ મંત્રીની વર્ચસ્વ લડાઈ યથાવત
    Next Article
    'હું અહીં વાંચવા આવતો, આજે મુખ્ય અતિથિ બન્યો':ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાનમાં 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત, દીક્ષાંત સમારોહમાં ગાંધી ટોપી ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment