Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલી-ગિલની સેન્ચુરીથી ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું:પહેલી વન-ડે 8 વિકેટે જીતી; વિરાટે સૌથી ઝડપી 15 હજાર રન બનાવ્યા; સચિનનો રેકોર્ડ તોડ્યો

    1 day ago

    ભારતે વેસ્ટ ઇન્ડીઝને પહેલી વન-ડેમાં 8 વિકેટે હરાવ્યું છે. તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ પર 295 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.4 ઓવરમાં 2 વિકેટ પર 300 રન બનાવીને જીત મેળવી લીધી. આ જીત સાથે ભારતે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતની જીતના હીરો વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલ રહ્યા. વિરાટ કોહલીએ નોટઆઉટ 139 રનની ઇનિંગ રમી. તેણે વન-ડેમાં 55મી અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 86મી સેન્ચુરી ફટકારી. તે વન-ડેમાં સૌથી ઝડપી 15 હજાર રન બનાવનારો બેટર પણ બન્યો. તેણે 303 ઇનિંગ્સમાં આ પરાક્રમ કર્યું. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચિને 2007માં સાઉથ આફ્રિકા સામે 377 ઇનિંગ્સમાં 15 હજાર વન-ડે રન પૂરા કર્યા હતા. કેપ્ટન શુભમન ગિલે વન-ડે કરિયરની 10મી સેન્ચુરી ફટકારી. તેણે 110 રનની ઇનિંગ રમી. આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝે ટૉસ હારતા પહેલા બેટિંગ કરી. જસ્ટિન ગ્રીવ્સે 108 બોલમાં 101 રનની ઇનિંગ રમી. જોન કેમ્પબેલે 62 રન બનાવ્યા, જ્યારે આમીર જંગુ 58 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી. પ્રસિદ્ધ ક્રિષ્નાને 2 અને નીતિશ રેડ્ડીને એક વિકેટ મળી. ભારતની જીતના હીરો… બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), અમીર જાંગુ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જેયડન સીલ્સ.
    Click here to Read More
    Previous Article
    જામનગરના મેઘપરમાં 4 કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો:SOG અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી, કુલ ₹2.11 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    રાજુલામાં વનકર્મીઓ પર સિંહના હુમલાનો મામલો:10 ટીમો, ડ્રોન અને સાસણની વિશેષ ટીમોની મદદથી વનવિભાગનું મેગા સર્ચ, છતાં 24 કલાકથી સિંહની કોઈ ભાળ નહીં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment