Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાં વનકર્મીઓ પર સિંહના હુમલાનો મામલો:10 ટીમો, ડ્રોન અને સાસણની વિશેષ ટીમોની મદદથી વનવિભાગનું મેગા સર્ચ, છતાં 24 કલાકથી સિંહની કોઈ ભાળ નહીં

    15 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં વનકર્મચારીઓ પર સિંહે હુમલો કર્યાની ઘટના બાદ વનવિભાગ દ્વારા સિંહની શોધખોળ માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘટના બાદ 24 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં હુમલો કરનાર સિંહની કોઈ ભાળ મળી નથી. જેને પગલે વનવિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સિંહની શોધખોળ તેજ કરવામાં આવી છે. 10 ટીમો બનાવી સિંહની શોધખોળ સિંહની ભાળ મેળવવા માટે વનવિભાગ દ્વારા અલગ-અલગ 10 ટીમો બનાવવામાં આવી છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભા એમ ત્રણેય રેન્જના આરએફઓ અને વનકર્મચારીઓ દ્વારા સંભવિત અવરજવરવાળા વિસ્તારોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહના પગલાં અને અન્ય નિશાનીઓના આધારે તેની હાજરી અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. ડ્રોનની મદદથી પણ સર્ચ ઓપરેશન સિંહની શોધખોળ માટે વનવિભાગ દ્વારા ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. ટીમો દ્વારા જમીની સ્તરે સર્ચ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ડ્રોનથી આસપાસના વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. સિંહની કોઈ હિલચાલ કે નિશાની મળી આવે તે માટે વનકર્મચારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. સાસણથી વિશેષ ટીમો પણ પહોંચી ઓપરેશનને વધુ અસરકારક બનાવવા માટે સાસણથી વિશેષ ટીમોને પણ બોલાવવામાં આવી છે. ACF રાજન જાદવના નેતૃત્વ હેઠળ વનવિભાગની ટીમો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ત્રણેય રેન્જની ટીમો દ્વારા બોર્ડર વિસ્તાર સહિત સંભવિત સ્થળોને ખૂંદવામાં આવી રહ્યા છે. 24 કલાક બાદ પણ સિંહનો પત્તો નહીં ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સિંહની ભાળ નહીં મળતાં વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. સિંહની શોધ માટે 10 ટીમો, ડ્રોન અને સાસણની વિશેષ ટીમની મદદ લેવામાં આવી રહી છે. હવે વનવિભાગની આ મેગા કામગીરીમાં સિંહની ભાળ ક્યારે મળે છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    કોહલી-ગિલની સેન્ચુરીથી ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું:પહેલી વન-ડે 8 વિકેટે જીતી; વિરાટે સૌથી ઝડપી 15 હજાર રન બનાવ્યા; સચિનનો રેકોર્ડ તોડ્યો
    Next Article
    રાજકોટ AIIMSમાં હાડકાંની ગંભીર ઇજામાં આધુનિક સારવાર:માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત 59 વર્ષીય દર્દીની પેલ્વી-એસિટેબ્યુલર જટિલ સર્જરી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment