Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ધો-8ના વિદ્યાર્થીનો આપઘાત:મસ્તી કરતા ભાઈ-બહેનને માતાએ ટોકતા 13 વર્ષના સગીરને માઠું લાગતા ગળેફાંસો ખાધો

    10 hours ago

    સુરતના ભેસાણ ગામમાં રહેતા અને મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય મસ્તી અને ઝઘડો થતાં માતાએ બંનેને ઠપકો આપ્યો હતો. જે બાદ માતા પોતાના પાન કાર્ડ અને આધાર કાર્ડનું કામ પતાવીને 15થી 20 મિનિટમાં ઘરે પરત ફરી ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માસૂમ પુત્રના આ અંતિમ પગલાથી સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. 'છોકરાઓને ફોનથી દૂર રાખજો' ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતક કિશોરના સંબંધી રાકેશભાઈએ જણાવ્યું હતું કે, નોર્મલી ઘરમાં બંને ભાઈ-બહેન થોડો ઝઘડો કરતા હતા, એટલે બેને ઠપકો આપ્યો હતો. મારી બેન આધાર કાર્ડ-પાન કાર્ડ સુધારવા આપ્યું હતું તે લેવા ગઈ અને પરત આવી ત્યાં છોકરાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. હું બધા મા-બાપને મેસેજ આપવા માંગું છું કે તમારા છોકરાઓને ફોનથી દૂર રાખો અને સાચવો, બસ. આ પણ વાંચો: મહેસાણામાં ધો-7માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત 2 જુલાઈ, 2026ના દિવસે મહેસાણામાં સોમનાથ રોડ પર શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ કે, મૃતક વિદ્યાર્થિની ઘરેથી ચા-નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું:મૃત્યુઆંક 1 હજારને પાર થયો, સૌથી વધુ ચિતવનમાં 321 મૃતદેહ મળ્યા
    Next Article
    મહિલાએ સાથે કામ કરતી મિત્રના પરિવારને દેવામાં ડૂબાડ્યો:મકાનની લોનના બહાને ક્રેડિટકાર્ડ સ્વાઈપ કરાવી 21 લાખનો ચૂનો લગાવ્યો, ભોગ બનનારનો પતિ વિદેશમાં; દંપતી સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment