Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું:મૃત્યુઆંક 1 હજારને પાર થયો, સૌથી વધુ ચિતવનમાં 321 મૃતદેહ મળ્યા

    21 hours ago

    નેપાળમાં નદીઓનું જળસ્તર વધ્યા બાદ 7 જિલ્લામાં પૂરનું નવું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા, તનહું, નવલપરાસી અને ચિતવન જિલ્લાઓમાં નદી કિનારે આવેલા વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. 26 ઓગસ્ટના રોજ તિબેટમાં ગ્લેશિયર તૂટ્યા બાદ નેપાળના ઘણા વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલન થયું હતું. આ આફતમાં મૃત્યુઆંક 1 હજારને પાર કરી ગયો છે. નેપાળમાં 987 અને તિબેટમાં 16 લોકોના મોત થયા છે. ચિતવનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 321 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 4400 થી વધુ લોકો ગુમ છે. નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી ભયાનક પૂર દરમિયાન એક શાળાના પ્રિન્સિપાલના સમયસર લીધેલા નિર્ણયથી લગભગ 900 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા. ત્રિશુલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીને પૂરની ચેતવણી મળતા તેમણે તરત જ શાળા ખાલી કરાવી દીધી અને વિદ્યાર્થીઓને ઊંચી જગ્યાએ મોકલી દીધા. શાળામાં કુલ 1,643 વિદ્યાર્થીઓ ભણતા હતા. દુર્ઘટના સમયે લગભગ 900 વિદ્યાર્થીઓ કેમ્પસમાં હાજર હતા. દવાડી વિદ્યાર્થીઓ સાથે નજીકની ટેકરી પર પહોંચ્યા. થોડી જ વાર પછી પાણી, કાદવ, ખડકો અને કાટમાળનો તેજ પ્રવાહ શાળાની આખી ઇમારતને વહાવી ગયો. શાળાના બે કર્મચારીઓ સમયસર બહાર નીકળી શક્યા નહીં અને હજુ પણ ગુમ છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    બાદશાહે છાનામાના કરેલા બીજા લગ્નનો 5 મહિનામાં જ અંત:'નવાબઝાદે' ફેમ ઈશા રિખી સાથે જૂનમાં લગ્ન કર્યાં ને જુલાઈમાં તો ડખા શરૂ થઈ ગયા હતા
    Next Article
    સુરતમાં ધો-8ના વિદ્યાર્થીનો આપઘાત:મસ્તી કરતા ભાઈ-બહેનને માતાએ ટોકતા 13 વર્ષના સગીરને માઠું લાગતા ગળેફાંસો ખાધો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment