Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના તુરખા ગામે પાણીનું પરબ બનાવાયું:આસપાસના 8-10 ગામના 2000થી વધું લોકોને ઠંડુ પાણી મળશે, જથ્થો સંગ્રહ કરવા 60 હજાર લીટરનો હોજ બનાવાયો

    10 hours ago

    બોટાદના તુરખા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આધુનિક પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીમાં ગામમાંથી પસાર થતા મુસાફરો અને આસપાસના 8થી 10 ગામના લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે આ પરબ બનાવાયું છે. કાળુભાઈ જાંગડે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા અઢી વર્ષથી રોજ ટિફિન સેવા ચલાવી રહ્યા છે. આ સેવાકીય કાર્યની પ્રેરણાથી અગાઉ બસ સ્ટેન્ડ પાસે પાણીના પરબની વ્યવસ્થા હતી, જેને હવે નવીનીકરણ કરીને આધુનિક પરબમાં બદલવામાં આવ્યું છે. આ પાણીના પરબનો લાભ રોજ અંદાજે 1500થી 2000 લોકો લે તેવી શક્યતા છે. અહીં ઠંડા પાણી માટે બે વોટર કુલર મૂકવામાં આવશે. સાથે જ માટલાનું પાણી તેમજ ફ્રિજનું ઠંડુ પાણી પીવાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ થાય તે માટે 60 હજાર લીટરની ક્ષમતાનો વિશાળ હોજ બનાવવામાં આવ્યો છે. આ હોજ પાછળ અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. કાળુભાઈએ વધુમાં જણાવ્યું કે, આ સેવાકીય કાર્યને ગામના લોકો તરફથી 100 ટકા સહયોગ મળી રહ્યો છે. ગામ ઉપરાંત સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં રહેતા ગામના લોકો પણ ગામના વિકાસ અને સેવાકીય કાર્યો માટે સતત સહયોગ આપવા તૈયાર છે. ગામના હિત માટે અમે હંમેશા તત્પર છીએ. આ સેવાકીય પહેલથી તુરખા ગામમાંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો તેમજ આસપાસના ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા મળશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ-દમણ-દાદરા નગર હવેલી કેટરિંગ એસોસિએશનની નવી ટીમ બની:AGMમાં 2026–2028 માટે પ્રમુખ તરીકે મનીષભાઈ શાહની પસંદગી
    Next Article
    વિધાનસભાના સત્રમાં હાજર રહેવા ચૈતર વસાવાને 7 દિવસના જામીન:એક તરફ રાજ્ય આમંત્રણ આપે અને જામીનનો વિરોધ કરે આવું બેવડું વલણ કેમ: હાઇકોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment