Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ-દમણ-દાદરા નગર હવેલી કેટરિંગ એસોસિએશનની નવી ટીમ બની:AGMમાં 2026–2028 માટે પ્રમુખ તરીકે મનીષભાઈ શાહની પસંદગી

    10 hours ago

    વલસાડ જિલ્લા, દમણ અને દાદરા નગર હવેલી કેટરિંગ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લા, વાપી અને સેલવાસ વિસ્તારના કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન કેટરિંગ ક્ષેત્રમાં એકતા, પરસ્પર સહકાર, વ્યવસાયિક શિસ્ત, સ્વચ્છતા, ગુણવત્તા અને સભ્યોના હિત જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કેટરિંગ વ્યવસાયને વધુ સંગઠિત અને વ્યવસ્થિત બનાવવા માટે વર્ષ 2026–2028 માટે નવી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં પ્રમુખ તરીકે મનીષભાઈ શાહ (રંગોલી કેટરર્સ, વાપી)ની પસંદગી થઈ હતી. ઉપપ્રમુખ તરીકે હેમલભાઈ શાહ (મધુર કેટરર્સ, વલસાડ) અને મંત્રી તરીકે સુનીલભાઈ લાલન (અમી કેટરર્સ, વાપી) ચૂંટાયા હતા. સહમંત્રી પદે મનીષભાઈ શાહ (અંજન કેટરર્સ, સેલવાસ), ખજાનચી પદે વિનોદભાઈ શર્મા (શર્મા કેટરર્સ, વાપી) અને સહ ખજાનચી પદે યજ્ઞેશભાઈ બારોટ (અક્ષત કેટરર્સ, વલસાડ)ની નિમણૂક કરવામાં આવી હતી. કારોબારી સમિતિમાં ભાષિન દેસાઈ (સત્યમ કેટરર્સ, વલસાડ), મંગલભાઈ ભાનુશાલી (જય કેટરર્સ, વલસાડ), લક્ષ્મણભાઈ માલી (અંજલિ કેટરર્સ, વલસાડ), પુનિતભાઈ કોટક (કૃષ્ણા કેટરર્સ, વાપી), સોનુભાઈ (મનીષ કેટરર્સ, વાપી) અને હર્ષલભાઈ દરજી (જય જલારામ કેટરર્સ, વાપી)નો સમાવેશ થાય છે. સલાહકાર સમિતિમાં રીતેનભાઈ શાહ (રંગોલી કેટરર્સ, વાપી), શરદભાઈ દોશી (ઋષભ કેટરર્સ, વાપી) અને વસંતભાઈ ભાનુશાલી (જય કેટરર્સ, વલસાડ)ને જવાબદારી સોંપવામાં આવી છે. બેઠકમાં કેટરર્સ વચ્ચે એકતા અને ભાઈચારો જાળવવા પર ભાર મુકાયો હતો. એસોસિએશન દ્વારા નક્કી કરાયેલા પ્લેટના બેઝ પ્રાઇસનું પાલન કરવા અને બિનજરૂરી ભાવ સ્પર્ધા ટાળવા અંગે પણ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, તમામ કેટરર્સે જરૂરી સરકારી લાઇસન્સ અને મંજૂરીઓ મેળવી તેનું સમયસર નવીનીકરણ કરાવવું પડશે. લાગુ પડતા નિયમો મુજબ GST નંબર મેળવી GSTના નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને ઉચ્ચ ગુણવત્તાવાળો કાચો માલ વાપરવા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણો જાળવવા સૂચના અપાઈ હતી. કોઈ અન્ય કેટરર કે તેના વ્યવસાય અંગે બદનામી કે નકારાત્મક વાતો ન કરવા પણ જણાવાયું હતું. જો કોઈ મતભેદ હોય તો વ્યક્તિગત વિવાદ કરવાને બદલે એસોસિએશનના માધ્યમથી તેનો ઉકેલ લાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. નવી ટીમે તમામ કેટરર્સને સાથે રાખીને વ્યવસાયને વધુ વ્યવસ્થિત, પારદર્શક અને ગુણવત્તાસભર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં “એકતા સાથે વિકાસ • ગુણવત્તા સાથે સેવા • સન્માન સાથે વ્યવસાય”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઓલા-ઉબેર-રેપિડોના વિરોધમાં અમદાવાદમાં 3.70 લાખ રિક્ષા-ટેક્સીની હડતાળ:રિક્ષાચાલકની દાદાગીરી, લાકડી સાથે આવી મુસાફરોને અધ્ધવચ્ચે ઉતાર્યા; પોલીસ કાફલો ખડકાયો
    Next Article
    બોટાદના તુરખા ગામે પાણીનું પરબ બનાવાયું:આસપાસના 8-10 ગામના 2000થી વધું લોકોને ઠંડુ પાણી મળશે, જથ્થો સંગ્રહ કરવા 60 હજાર લીટરનો હોજ બનાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment