Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકાર પટેલના સંકલ્પને 79 વર્ષ પૂર્ણ:80મા સંકલ્પદિને મહાદેવની મહાપૂજા સહિતના કાર્યક્રમો, સાંજે દીપમાળાનું આયોજન, પ્રતિમાને પુષ્પાંજલિ

    8 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના ઐતિહાસિક સંકલ્પને યાદ કરી આજે સોમનાથ ખાતે 80મા સંકલ્પ દિનની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે લીધેલા ઐતિહાસિક સંકલ્પને આજે 79 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢને આઝાદ કરાવ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર, 1947ના રોજ સોમનાથની પવિત્ર ભૂમિ પર પહોંચ્યા હતા. તે સમયે આક્રમણો અને વિધ્વંસના કારણે સોમનાથ મંદિરના જીર્ણશીર્ણ અવશેષો જોઈ સરદાર પટેલનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને સ્વાભિમાનના પ્રતીક સમાન સોમનાથ મંદિરને ફરી ભવ્ય સ્વરૂપે નિર્માણ કરવાનો તેમણે દૃઢ નિર્ધાર કર્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સરદાર પટેલે સમુદ્રનું પવિત્ર જળ પોતાના હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. સરદારના આ સંકલ્પે સોમનાથના પુનરુત્થાનની ઐતિહાસિક યાત્રાનો પાયો નાખ્યો હતો. આજે એ જ સંકલ્પની સ્મૃતિમાં દર વર્ષે સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવે છે. 80મા સંકલ્પ દિન નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર સહિત ટ્રસ્ટ પરિવારના સભ્યો અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના યોગદાન અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના તેમના અતૂટ સંકલ્પને યાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા માટે પવિત્ર દ્રવ્યો અર્પણ કરવામાં આવ્યાં હતાં. પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવની મહાપૂજા સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું. આ પાવન અવસરની ઉજવણીના ભાગરૂપે સાંજે સોમનાથ મહાદેવને વિશેષ સાયંશૃંગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલના ઐતિહાસિક સંકલ્પની 79મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી આ ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતાં રાષ્ટ્રીય સ્વાભિમાન, સાંસ્કૃતિક વારસાના જતન અને અડગ સંકલ્પશક્તિની ગૌરવગાથાને પણ જીવંત કરતી બની હતી.
    Click here to Read More
    Previous Article
    ઇલોલ-હિંમતનગર રોડ પર હિટ એન્ડ રન:અજાણ્યા વાહનની ટક્કરથી પ્રાંતિજના 24 વર્ષીય બાઇકચાલકનું મોત, લોકોના ટોળા વળ્યાં
    Next Article
    ભરૂચમાં બિરસા મુંડાની જન્મજયંતિએ યુવા સંવાદ યોજાયો:કાર્યક્રમમાં યુવાનોને શિક્ષિત અને સશક્ત બની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અપીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment