Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં બિરસા મુંડાની જન્મજયંતિએ યુવા સંવાદ યોજાયો:કાર્યક્રમમાં યુવાનોને શિક્ષિત અને સશક્ત બની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અપીલ કરાઈ

    9 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શુક્રવારે ભરૂચના ઝાડેશ્વર સ્થિત પટેલ પંચની વાડીમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ‘રાષ્ટ્રસેવાનું પ્રતિબિંબ’એ સાથે મળીને કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા અને આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ સુકિર્તિ તડવીએ યુવાનો સાથે સંવાદ કર્યો. તેમણે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને આદર્શોમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. તડવીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021થી બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી હતી. આથી જનજાતિ સમાજના ઇતિહાસ અને વારસાને સન્માન મળ્યું છે. રાજ્ય સરકાર 12થી 18 નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ ઉજવી રહી છે. તેના ભાગરૂપે યુવા સભા, પ્રબુદ્ધ નાગરિક સભા, મહિલા સભા, પરંપરાગત રમતો, પંચાયત દીઠ આરતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સફાઈ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તડવીએ કહ્યું કે બિરસા મુંડાના વિચારો અને આદર્શો યુવાનો સુધી પહોંચે અને યુવા પેઢી શિક્ષિત તથા સશક્ત બની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે, તે હેતુથી યુવા સંવાદ યોજાયો છે. કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ, ફાલ્ગુની પટેલ, વહીવટી તંત્રના અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંતે ઉપસ્થિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકાર પટેલના સંકલ્પને 79 વર્ષ પૂર્ણ:80મા સંકલ્પદિને મહાદેવની મહાપૂજા સહિતના કાર્યક્રમો, સાંજે દીપમાળાનું આયોજન, પ્રતિમાને પુષ્પાંજલિ
    Next Article
    'No Disrespect To Any Profession': Suryaa Actor Tanusree Chakraborty Reacts To Medical Body's Objection To The Film

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment