Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "માજી, કાનના સોનાના ઘરેણાં બહુ સરસ છે, જોવા આપો ને...":બેંકમાંથી વિધવા સહાય લઈને પાછા ફરતાં 78 વર્ષીય વૃદ્ધાને 5 શખ્સોએ ઘેરી, કાનમાંથી ₹75 હજારની પોંખાની લૂંટી ફરાર

    2 days ago

    ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે રહેતાં એક 78 વર્ષીય વિધવા વૃદ્ધા બેંકમાંથી વિધવા સહાયના નાણાં મેળવી પરત પોતાના ગામે જઈ રહ્યાં હતાં, ત્યારે કારમાં આવેલી એક મહિલા સહિત પાંચ શખ્સોએ લિફ્ટ આપવાની લાલચ આપી હતી. સુખપર ગામ નજીક પહોંચતાં આ ગઠિયાઓએ વૃદ્ધાના કાનમાંથી ₹75,000ની કિંમતની સોનાની પોંખાની આંચકી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે પીડિત વૃદ્ધાએ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બેંકમાંથી વિધવા સહાય લઈ પરત ફરતી વખતે કાર ચાલકે લિફ્ટ આપી ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે બસ સ્ટેન્ડ સામે રહેતાં બાયાબેન ઉગાભાઈ પરમાર (ઉં.વ. 78) ગત તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ પરવડી ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં વિધવા સહાયના પૈસા ઉપાડવા ગયાં હતાં. નાણાં મેળવ્યા બાદ સવારે ૧૧:૧૫ વાગ્યાના અરસામાં તેઓ સુરનગર પરત જવા માટે રોડ પર વાહનની રાહ જોઈને ઊભાં હતાં. તે સમયે એક કાર ત્યાં આવીને ઊભી રહી હતી. કારચાલકે "અમે સુરનગર તરફ જઈએ છીએ, તમે બેસી જાઓ, તમને ઉતારી દઈશું" તેમ કહીને વૃદ્ધાને કારમાં બેસાડી લિફ્ટ આપી હતી. આ કારમાં એક મહિલા અને ડ્રાઈવર સહિત કુલ પાંચ શખ્સો સવાર હતા. "ઘરેણાં સરસ છે, જોવા આપો..." કહીને કારમાંથી ઉતારી લૂંટ ચલાવી કાર થોડે દૂર સુખપર ગામ જવાના રસ્તા પાસે પહોંચી ત્યારે કારમાં બેઠેલી મહિલા અને અન્ય બે શખ્સોએ "માજી, તમે કાનમાં પહેરેલા સોનાના ઘરેણાં ખૂબ સરસ છે, જોવા આપોને" તેમ કહ્યું હતું. આ શખ્સોનો ઈરાદો શંકાસ્પદ લાગતાં વૃદ્ધાએ તાત્કાલિક કાર ઊભી રખાવી હતી અને નીચે ઉતરીને ચાલવા લાગ્યાં હતાં. જોકે, મહિલા અને અન્ય ત્રણ શખ્સો કારમાંથી નીચે ઉતરીને તેમની પાસે આવ્યા હતા અને "માજી, તમે કારમાંથી કેમ ઉતરી ગયા?" તેમ કહીને વૃદ્ધાએ કાનમાં પહેરેલી સોનાની પોંખાની (કિંમત ₹75,000) આંચકી લીધી હતી. આ બાદ તમામ હુમલાખોરો દોડીને કારમાં બેસીને સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા. ગારીયાધાર પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધાયો આ ઘટના બાદ ગભરાયેલા વૃદ્ધાએ પરિવારજનોને જાણ કરી ગારીયાધાર પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાયાબેન પરમારની ફરિયાદના આધારે કારમાં આવેલા એક મહિલા સહિત પાંચ અજાણ્યા શખસો સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત 6 શખસે ચોરને પતાવી દીધો!:4 મહિને પકડાયા, 6 દિવસના રિમાન્ડ પર; માથકના સોલર પ્લાન્ટમાં પ્લાસ્ટિક પાઈપથી બેફામ મારી અધમૂઓ નિર્વસ્ત્ર ફેંકી દીધો
    Next Article
    6 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો:સાબરકાંઠા SOGએ હિંમતનગર બસ સ્ટેશન પાસેથી પકડ્યો, પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment