Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત 6 શખસે ચોરને પતાવી દીધો!:4 મહિને પકડાયા, 6 દિવસના રિમાન્ડ પર; માથકના સોલર પ્લાન્ટમાં પ્લાસ્ટિક પાઈપથી બેફામ મારી અધમૂઓ નિર્વસ્ત્ર ફેંકી દીધો

    2 days ago

    વાંકાનેરના સમથેરવાની સીમમાંથી ગત 8 એપ્રિલે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. મોરબી એલસીબીએ 4 મહિનામાં આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 6 આરોપીની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સિરામિક ઉદ્યોગપતિએ તેના ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખસને ચોરીનો આરોપ મૂકી બંધક બનાવ્યો હતો અને હળવદના માથકના સિરામિક પ્લાન્ટમાં લઈ જઈ પ્લાસ્ટિક પાઈપ અને પટ્ટીથી માર માર્યો હતો. બેભાન હાલતમાં તેને વાંકાનેરના સમથેરવાની સીમમાં ફેંકી દીધો હતો. પૂરાવાના નાશ કરવા માટે રાજસ્થાનમાં CCTVનું DVR ફેંકી દીધું હતું અને મોબાઈલ ફોર્મેટ કર્યા હતા. વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના શું છે? તપાસમાં સામે આવ્યું છે કે, મોરબીમાં એક કારખાનેદારના ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને પકડીને સોલાર પ્લાન્ટ પર લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ અને પટ્ટીઓથી બેફામ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બાદમાં આરોપીઓએ યુવાનના શબને સમથેરવા ગામની સીમમાં ફેંકી દીધું હતું. આ ગુનામાં એલસીબીની ટીમે મુખ્ય સૂત્રધાર સિરામિક ઉદ્યોગપતિ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેઓની પાસેથી એક ઇનોવા કાર અને 8 મોબાઈલ કબજે કરી કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓના નામ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ મૃતક યુવાન મુખ્ય આરોપી સંદીપ ધનજીભાઈ ઝાલરીયાના ઉમિયાનગર સ્થિત મકાનમાં ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. તેણે ઘરની અંદર રાખેલી કાર અને એક્ટિવાની ચાવીઓ પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. દરમિયાન, ઘરની અંદર કામ કરતી મહિલાએ તેને રોકવાનો પ્રયાસ કરતા યુવાને તેને ધક્કો માર્યો હતો. જેની જાણ થતાં સંદીપએ ડ્રાઈવર રાજેશ ડાભી સાથે મળીને તે યુવાનને ઝડપી લીધો હતો. પછી હળવદના માથક ગામે આવેલા તેના સોલાર પ્લાન્ટ ખાતે લઈ ગયા હતા. ત્યાં પ્લાસ્ટિકના પાઇપ અને પટ્ટીઓ વડે તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. યુવાન બેભાન થતાં તેને નિર્વસ્ત્ર હાલતમાં સમથેરવા સીમમાં ફેંકી દેવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પુરાવા નાશ કરવાનો પ્રયાસ ઘટનાના બીજા દિવસે આરોપીઓ સ્થળ પર ગયા હતા અને યુવાનનું મોત થયાની જાણ થતાં તેઓ રાજસ્થાન નાસી છૂટ્યા હતા. રાજસ્થાન પહોંચીને તેઓએ પોતાના મોબાઈલ ફોન ફોર્મેટ કરાવી નાખ્યા હતા તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ જઈને ત્યાં ફેંકી દીધું હતું. પોલીસ દ્વારા આ ડીવીઆર અને અન્ય પુરાવાઓ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, અને પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે. ઈનોવા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી 10 લાખ રૂપિયા કિંમતની ઇનોવા ગાડી (જીજે 36 એલ 9881) અને 1,10,000 રૂપિયા કિંમતના આઠ મોબાઈલ ફોન સહિત કુલ 11.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં સગીરા પર હોટલમાં દુષ્કર્મ, અતિશય બ્લિડિંગથી મોત:મૃતકના પિતા બોલ્યા-કેસ દબાવવા આરોપીના પિતાએ ધમકી આપી પૈસાની ઓફર કર્યા, હોસ્પિટલે પોલીસ ન બોલાવી
    Next Article
    "માજી, કાનના સોનાના ઘરેણાં બહુ સરસ છે, જોવા આપો ને...":બેંકમાંથી વિધવા સહાય લઈને પાછા ફરતાં 78 વર્ષીય વૃદ્ધાને 5 શખ્સોએ ઘેરી, કાનમાંથી ₹75 હજારની પોંખાની લૂંટી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment