Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો:સાબરકાંઠા SOGએ હિંમતનગર બસ સ્ટેશન પાસેથી પકડ્યો, પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો

    2 days ago

    સાબરકાંઠા SOGએ હિંમતનગર બસ સ્ટેશન પાસેથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લાના આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હતા. નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ 15મી ઓગસ્ટની ઉજવણીના અનુસંધાને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એ.ટી.એસ. ચાર્ટરને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, પી.આઈ. એ.એમ. વાળા અને પી.એસ.આઈ. પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. અનિરુદ્ધસિંહ અને દીપકસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં છ વર્ષથી ફરાર આરોપી હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ પરથી પકડાયો હતો. પકડાયેલા આરોપી રૂપસિંહ ઉર્ફે રાજુભાઈ કલાલ (ઉ.વ. 43, રહે. સુખડીયાનગર, રાણાવત પોલ્ટ્રી ફાર્મ, શાસ્ત્રી સર્કલ, ગીરવા, જિ. ઉદેપુર, રાજસ્થાન) વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-35(1)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    "માજી, કાનના સોનાના ઘરેણાં બહુ સરસ છે, જોવા આપો ને...":બેંકમાંથી વિધવા સહાય લઈને પાછા ફરતાં 78 વર્ષીય વૃદ્ધાને 5 શખ્સોએ ઘેરી, કાનમાંથી ₹75 હજારની પોંખાની લૂંટી ફરાર
    Next Article
    12 પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો:ગોંડલ રોડ પર શિવ ક્લિનિક સીલ, 15 વર્ષ કમ્પાઉન્ડર તરીકે ફરજ બાદ પોતે જ ડોક્ટર બની ગયો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment