Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો:ગોંડલ રોડ પર શિવ ક્લિનિક સીલ, 15 વર્ષ કમ્પાઉન્ડર તરીકે ફરજ બાદ પોતે જ ડોક્ટર બની ગયો!

    2 days ago

    રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક નકલી ડોક્ટર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. શહેરના ગોંડલ રોડ પર આવેલા 'શિવ ક્લિનિક'માં કોઈપણ જાતની તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 32 વર્ષીય ધવલ ચૌહાણ નામના શખ્સને માલવિયાનગર પોલીસે દરોડો પાડી પકડી પાડ્યો છે. આરોપી અગાઉ 15 વર્ષ સુધી અલગ-અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ પોતે જ 'ડોક્ટર' બનીને ક્લિનિક શરૂ કરી દીધું હોવાનો ખુલાસો થયો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે પાડી રેડ માલવિયાનગર પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર આવેલી જય ખોડિયાર સોસાયટી મેઇન રોડ પર, PGVCL પાવર હાઉસ બાજુમાં 'શિવ ક્લિનિક' ખાતે એક શખ્સ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તા. 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ક્લિનિક ચલાવતા યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ધવલ સુરેશભાઈ ચૌહાણ (ઉં.વ. 32) બતાવ્યું હતું. ડિગ્રી સર્ટિફિકેટ માગતાં ભોંઠો પડ્યો, ₹16,484નો મુદ્દામાલ જપ્ત પોલીસે ધવલ ચૌહાણ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેના જરૂરી મેડિકલ ડિગ્રી સર્ટિફિકેટ કે રજિસ્ટ્રેશન માગ્યા હતા. જોકે, તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, તબીબી સાધનો અને ઇંજેક્શનો સહિત કુલ ₹16,484નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 15 વર્ષ કમ્પાઉન્ડિંગ કરી છ મહિના પહેલાં શરૂ કર્યું હતું ક્લિનિક પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે અગાઉ ૧૫ થી ૧૭ વર્ષ સુધી રાજકોટ શહેરની વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હતું. કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ મેળવ્યા બાદ છેલ્લા છ મહિનાથી તેણે ગોંડલ રોડ પર પોતે જ 'ડોક્ટર' બનીને ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલી દર્દીઓને દવાઓ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસે નકલી તબીબ સામે મેડિકલ પ્રેક્ટિશ્નર એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    6 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો:સાબરકાંઠા SOGએ હિંમતનગર બસ સ્ટેશન પાસેથી પકડ્યો, પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો
    Next Article
    અમેરિકા સાથે આરપારના મૂડમાં નેતન્યાહૂ:ટ્રમ્પના 15-પોઇન્ટ પ્લાનને ફગાવ્યો; કહ્યું- હું PM છું, ત્યાં સુધી પેલેસ્ટાઇન દેશ નહીં બને, હમાસનો ખાતમો જ એકમાત્ર લક્ષ્ય!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment