Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રા:મનપાથી શરૂ થઈ કોમર્સ કોલેજ સુધી 3 કિલોમીટરના રૂટમાં ફરી, દેશભક્તિના ગીતો ગૂંજ્યા

    10 hours ago

    ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ભાજપના સંયુક્ત ઉપક્રમે આ યાત્રા યોજાઈ હતી, જે ભારત સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનનો એક ભાગ હતી. આ યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કાર્યાલયથી શરૂ થઈને એમ.પી. શાહ કોમર્સ કોલેજ સુધી અંદાજે 3 કિલોમીટરના રૂટ પર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્કાઉટ ગાઇડ, એનસીસી કેડેટ્સ, પોલીસ અને હોમગાર્ડના જવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. સુરેન્દ્રનગરના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, તિરંગો એ આપણી આન, બાન અને શાન છે અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને સૌ સુરેન્દ્રનગરવાસીઓએ આ યાત્રાને સફળ બનાવી છે. આ પ્રસંગે અધિકારીઓ દ્વારા યુવાનોમાં નશાબંધી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું કે, ફરજનિષ્ઠા, સત્યનિષ્ઠા અને પ્રમાણિકતાના નારા સાથે તેમજ યુવાનોમાં ડ્રગ્સનું પ્રમાણ ઘટે તેવા સંદેશ સાથે આ યાત્રા ઉજવવામાં આવી હતી. આ તિરંગા યાત્રાનું સમાપન નવનાથ વણિક સમાજ ખાતે એક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓને બિરદાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જર્જરિત ઇમારતો સામે મનપાની કાર્યવાહી:વોર્ડ 13માં ભયજનક બિલ્ડિંગ તોડાયું, 13 ઇમારતો જમીનદોસ્ત કરાઈ
    Next Article
    16 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારીની નવી સિઝનનો શુભારંભ:15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન પોર્ટલ ખૂલશે; ગીરસોમનાથના બંદરો પરથી 7500 બોટો દરિયો ખેડવા રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment