Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારીની નવી સિઝનનો શુભારંભ:15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન પોર્ટલ ખૂલશે; ગીરસોમનાથના બંદરો પરથી 7500 બોટો દરિયો ખેડવા રવાના

    9 hours ago

    ચોમાસાની ઋતુમાં માછલીઓના પ્રજનન માટે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી લાદવામાં આવેલા 61 દિવસના માછીમારી પ્રતિબંધનો અંત આવ્યો છે. ગુજરાતમાં 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થશે. ગીર સોમનાથ જિલ્લાના માછીમારોમાં આ નવી સિઝનને લઈને તૈયારીઓ જોવા મળી રહી છે. જિલ્લાના 10 બંદરો પરથી અંદાજે 7500 જેટલી નાની-મોટી ફિશિંગ બોટો દરિયામાં માછીમારી માટે રવાના થશે. માછીમારી માટે દરિયામાં જતા પહેલાં મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી ટોકન મેળવવું ફરજિયાત છે. 16 ઓગસ્ટથી દરિયો ખેડવા માટે 15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન સિસ્ટમનું પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે. માછીમારો મોબાઈલ દ્વારા ઘરે બેઠા આ ટોકન મેળવી શકશે. વેરાવળના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તુષાર કોટિયાના જણાવ્યા મુજબ, ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારે વસતા માછીમાર સમુદાય માટે ફિશિંગ વ્યવસાય આજીવિકાનું મુખ્ય સાધન છે. રાજ્યમાં 104 નોટિફાઇડ ફિશ લેન્ડિંગ સેન્ટર (બંદરો) છે અને તેમાં 25 હજારથી વધુ ફિશિંગ બોટો નોંધાયેલી છે. ગીર સોમનાથ જિલ્લામાં 10 બંદરો આવેલા છે. ગુજરાતના 104 નોટિફાઇડ બંદરો પૈકી વેરાવળ સૌથી મોટું ફિશિંગ બંદર છે. વેરાવળમાં આશરે 3900 ટ્રોલર અને 3600 જેટલી OBM (આઉટબોર્ડ મોટર) ફિશિંગ બોટ નોંધાયેલી છે. માછીમારી માટેના ટોકનમાં બોટ, ખલાસી-ટંડેલ તેમજ બોટ કેટલા દિવસ માટે દરિયામાં જશે સહિતની વિગતો નોંધવામાં આવે છે. વર્ષ 2022 પહેલાં મેન્યુઅલ ટોકન સિસ્ટમના કારણે માછીમારો અને કચેરી બંનેને મુશ્કેલી પડતી હતી. રાજ્ય સરકારે 2022માં ઓનલાઈન ટોકન સિસ્ટમ શરૂ કરતાં હવે માછીમારો મોબાઈલ મારફતે ઘરે બેઠા સરળતાથી ટોકન મેળવી શકે છે. મોટી ટ્રોલર ફિશિંગ બોટની કિંમત અંદાજે રૂ. 40થી 50 લાખ સુધીની હોય છે. આવી બોટો 12થી 17 દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરે છે. એક ટ્રીપમાં ડીઝલ, બરફ, પાણી અને રાશન સહિત રૂ. 3થી 4 લાખ સુધીનો ખર્ચ થાય છે. જ્યારે નાની OBM બોટો સામાન્ય રીતે એકથી બે દિવસ માટે દરિયામાં જાય છે. માછીમારીમાં થતી આવક દરિયાની સ્થિતિ, માછલીના જથ્થા અને બજારભાવ મુજબ વધઘટ કરતી રહે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રા:મનપાથી શરૂ થઈ કોમર્સ કોલેજ સુધી 3 કિલોમીટરના રૂટમાં ફરી, દેશભક્તિના ગીતો ગૂંજ્યા
    Next Article
    જામનગર મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમ પાઇપ લીકેજ:કમ્પાઉન્ડમાં પાણી ભરાયા, ફાયર બ્રિગેડની ટીમે રિપેરિંગ કામગીરી શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment