Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી પોલીસે રૂ.7.75 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો:દારૂની હેરાફેરીમાં બે આરોપી ઝડપાયા, બે વોન્ટેડ જાહેર કરાયા

    9 hours ago

    નવસારી જિલ્લાના ગણદેવી પોલીસે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. ગણદેવા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા નજીક નાકાબંધી દરમિયાન એક પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 288 બોટલ વિદેશી દારૂ અને બીયર જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 2.65 લાખ છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ. 5 લાખની ટાટા ઈન્ટ્રા V20 પીકઅપ ગાડી અને બે મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. આમ, પોલીસે કુલ રૂ. 7.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે યોગેશભાઈ નવીનભાઈ નાયક (ઉંમર 26) અને ધ્રુવ રૂપેશભાઈ ધોડી (ઉંમર 22) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરી આપનાર રાજ શશિકાન્ત ભંડારી અને મંગાવનાર અતુલભાઈ બળદેવભાઈ વાઘેલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એ. પટેલ કરી રહ્યા છે. આ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક બી.વી. ગોહીલ અને પોલીસ ઈન્સ્પેક્ટર એન.આઈ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ગણદેવી પોલીસની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર, આવતીકાલે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:અંબાલાલે કહ્યું-13મી સુધીમાં સારો વરસાદ થશે, જાણો ઓગસ્ટ શરૂઆતમાં કેમ ઓછો વરસાદ પડ્યો
    Next Article
    ભાવનગરમાં મૂલ્યલક્ષી શિક્ષણના પ્રસાર માટે 'વિવેક રથ' આગમન:સ્વામી વિવેકાનંદના આદર્શોથી યુવાનોમાં સંસ્કાર સિંચનનો અનોખો પ્રયાસ, કલેક્ટર ડો.મનીષ બંસલએ રથનું સ્વાગત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment