Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં મૂલ્યલક્ષી શિક્ષણના પ્રસાર માટે 'વિવેક રથ' આગમન:સ્વામી વિવેકાનંદના આદર્શોથી યુવાનોમાં સંસ્કાર સિંચનનો અનોખો પ્રયાસ, કલેક્ટર ડો.મનીષ બંસલએ રથનું સ્વાગત કર્યું

    10 hours ago

    રથના માધ્યમથી વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના આદર્શોથી પ્રેરિત થઈને ઉત્તમ નાગરિક બનવાની દિશામાં માર્ગદર્શન આપશે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉચ્ચ જીવનમૂલ્યો, નૈતિકતા, ચારિત્ર્ય, રાષ્ટ્રભાવના અને માનવીય સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી મોબાઈલ વેલ્યુ એજ્યુકેશન વાન 'વિવેક રથ' આજરોજ ભાવનગરના કાળીયાબીડ ખાતે આવેલ વિરાણી શાળા ખાતે આવી પહોંચ્યો હતો. આ પ્રેરણાદાયી રથનું સ્વાગત ભાવનગર જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં આગામી એક અઠવાડિયા સુધી જુદી-જુદી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મૂલ્યલક્ષી શિક્ષણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે., શાળાના પરિસરમાં આવતા આ રથમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના જીવન, કાર્ય અને સંદેશને ઉજાગર કરતા મૂલ્યલક્ષી પુસ્તકો, ચિત્રો તથા પ્રદર્શિત સાહિત્યનું અવલોકન કરી શકે છે અને જરૂરિયાત મુજબ પુસ્તકો ખરીદી પણ શકે છે, વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ, શિસ્ત, આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ, સેવા, કર્તવ્યનિષ્ઠા અને જીવનમૂલ્યોના વિકાસને પ્રોત્સાહિત કરતું વિશેષ પ્રવચન આપવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ અંગે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વયંસેવક અને રથના સંયોજક કૌશિક ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ગૌરવમય 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આ શતાબ્દી નિમિત્તે સ્વામી વિવેકાનંદનો યુવાનો માટેનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને તેઓ હિંમતવાન, સાહસી તથા નિર્ભય બને તે હેતુથી આ રથ સમગ્ર ગુજરાતની શાળાઓ અને કોલેજોમાં આગામી બે વર્ષ સુધી ભ્રમણ કરશે. જૂનાગઢથી શરૂ થયેલ આ યાત્રા હવે ભાવનગર આવી પહોંચી છે અને અહીં એક સપ્તાહ સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાશે…
    Click here to Read More
    Previous Article
    ગણદેવી પોલીસે રૂ.7.75 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો:દારૂની હેરાફેરીમાં બે આરોપી ઝડપાયા, બે વોન્ટેડ જાહેર કરાયા
    Next Article
    Tabu's Personality Rights Protected By Delhi High Court, 150+ URLs To Be Taken Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment