Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર, આવતીકાલે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:અંબાલાલે કહ્યું-13મી સુધીમાં સારો વરસાદ થશે, જાણો ઓગસ્ટ શરૂઆતમાં કેમ ઓછો વરસાદ પડ્યો

    10 hours ago

    આજે 10 ઓગસ્ટ અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે(11 ઓગસ્ટ) 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ શરૂઆતમાં વરસાદ ઓછુ થવાનું કારણ પેસેફિક મહાસાગરનું એક વાવાઝોડુ બન્યું હતું, તે વાવાઝોડુ હવે દક્ષિણ જશે. ત્યારબાદ બંગાળ ખાડીમાં ફરી સિસ્ટમ બનશે. આ વાવાઝોડુ અરબસાગર-બંગાળ ખાડીનો ભેજ ખેંચી જતું હતું એટલે સારો વરસાદ થવામાં અંતરાય ઉભો થયો હતો. પરંતુ 13મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ફરીથી સારો વરસાદ જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 13 ઓગસ્ટ સુધી મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પાટણ, સમી અને હારીજના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ખાસ કરીને વધુ વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ 14 અને 15 ઓગસ્ટના રોજ હવામાનમાં ઉઘાડ નીકળવાની અને મોન્સૂન બ્રેક આવવાની સંભાવના છે. લો પ્રેશર સિસ્ટમ બનશે અને બાદમાં વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધશે અંબાલાલ પટેલે કહ્યું કે, 14 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે, જેની મુખ્ય અસર પૂર્વ ભારતના ભાગોમાં જોવા મળશે. ત્યારબાદ 17, 18 અને 19 ઓગસ્ટે રાજ્યના વાતાવરણમાં ફરી પલ્ટો આવશે અને કેટલાક ભાગોમાં વરસાદ થશે. 22 અને 23 ઓગસ્ટથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં એક પછી એક નવી લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે 25થી 28 ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધશે. સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થવાની શક્યતા 31 ઓગસ્ટ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના બેસવાને કારણે વરસાદ થવાની શક્યતા છે, જોકે આ નક્ષત્રના વરસાદનું પાણી સારું ગણાતું નથી. આ પછી બીજી અને સાતમી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ થવાની પણ શક્યતા હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આજે છૂટા છવાયો ઝરમર વરસાદ વરસી શકે અને આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ થવાની પણ શક્યતા છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે. સાથે જ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય કરતા 9 ટકા વધુ વરસાદ નોંધાયો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 491.2 mm વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યમાં 450.5 mm વરસાદ સામાન્ય હોવો જોઈએ. એટલે કે રાજ્યમાં સામાન્ય કરતા 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અને સૌરાષ્ટ્રમાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    JPSC Protest: आखिरी बैरिकेडिंग तक पहुंचे छात्र, पुलिस क्या करने वाली है? Vidhan Sabha Gherao
    Next Article
    ગણદેવી પોલીસે રૂ.7.75 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો:દારૂની હેરાફેરીમાં બે આરોપી ઝડપાયા, બે વોન્ટેડ જાહેર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment