Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    77મો ગાંધી મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો:નવસારીમાં 77મો ગાંધી મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો, ગૃહ ઉદ્યોગના 60 સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

    1 week ago

    ગાંધી વિચાર -પ્રસાર ટ્રસ્ટ સંચાલિત 77મો ગાંધી મેળો નવસારીના દાબુ લો કોલેજ મેદાન પર 19 માર્ચ ગુરૂવારથી ચાર દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ગાંધીમેળા ના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી વિચાર પ્રસાર ટ્રસ્ટના મહામંત્રી નટુભાઈ નાયકે જણાવ્યું કે ગાંધીજીએ પ્રબોધેલી પ્રવૃતિમાં પડેલાઓને ભેગા કરી વિચારસરણીને ચાલુ રાખવી એ આ વિસ્તારની પરંપરા રહી છે. છેલ્લા 77 વર્ષથી ગાંધી મેળો યોજાતો રહ્યો છે. ધરતીકંપ, પૂર અને કોરોનાના સમયને બાદ કરી રણજીતભાઈ અને અમારી ટીમના સભ્યો દ્વારા 2007થી સતત ગાંધીમેળો યોજતા આવી રહ્યા છે. વિવિધ પ્રકારની ગૃહ ઉદ્યોગની વસ્તુઓના 60 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ગાંધી મેળાના ઉદ્ઘાટક નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનું સુતરની આંટી, ખેસ, મોમેન્ટો મહામંત્રી નટુભાઈ નાયકે, મુખ્ય વક્તા કેરશીભાઈ દેબુનું ટ્રસ્ટી ધર્મેશભાઈ નાયક અને ગિરીશભાઈ દેસાઈએ તો મુખ્ય વક્તા ડો. જય વશીનું ટ્રસ્ટી કાળુભાઈ ડાંગર અને શંકરભાઈ બિરારીએ સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું કે ગાંધી વિચાર અને આંદોલન મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ચાલુ છે. બદલાતા જતા સમય અનુસાર સંસ્થા અને સમાજના બદલાવ આવે છે. હવા બદલાતા સમય અનુસાર વિકટ પરિસ્થિતિનો સામનો કરીને આ ગાંધી વિચારને આવી સંસ્થાઓના કાર્યને અભિનંદન આપું છું. મુખ્ય વક્તા કેરસી દેબુએ મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનો આજે સાતમો દિવસ હતો એ સ્મરણ કરી મહાત્મા ગાંધીજીની સ્મૃતિ તાજી કરી હતી. હિંદના દાદા દાદાભાઈ નવરોજીની 200મી જન્મ જયંતી વર્ષ હોય દાદાભાઈ નવરોજીના જીવનની પ્રસંગિક વાતો કરી હતી. સમારંભના અન્ય મુખ્ય વક્તા ડો. જય વશીએ ગાંધી વિચારને સમજવાનો પૂર્વગ્રહમુક્ત રીતે વિચારવાનો સમય છે. બીજા કોઈ સાથે ગાંધીને સરખાવાની જરૂર નથી આપણી જાત સાથે સરખાવાની છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. જશુભાઈ નાયકે કર્યું. આભારવિધિ ખજાનચી ધર્મેશ નાયકે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘માનવ ઉત્કર્ષ મંડળ'' વ્યાખ્યાન કાર્યક્રમ‎ યોજાયો:નવસારી ડાયેટ પ્રાચાર્યે તાલીમાર્થીઓને‎ સફળતાના 10 કૌશલ્યોની સમજ આપી‎
    Next Article
    સમસ્યા:એપાર્ટમેન્ટના પાછળની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં રોજ ફેલાતું દુર્ગંધયુકત પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment