Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    77 વિદ્યાર્થીઓની ફી સંપૂર્ણ માફ કરાઈ:મ.સ.યુનિ.ના 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની શિષ્યવૃત્તિ

    10 hours ago

    મ.સ.યુનિ.માં 2025-26ની ડીએસડબલ્યુ સ્કોલરશીપ આપવામાં આવી હતી. 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખ સ્કોલરશીપ આપી છે. માતા કે પિતા ન હોય તેવા કિસ્સામાં 77 વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી અપાઇ છે. એક હેન્ડીકેપ વિદ્યાર્થીને સંપૂર્ણ સ્કોલરશીપ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં 2012-13માં ડીએસડબલ્યુની સ્કોલરશીપની શરૂઆત કરવામાં આવી હતી. 1789માંથી 1306 ગ્રાન્ટ ઇન એઇડના તથા 483 હાયર પેમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીમાં તમામ કેટેગરીના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા આના માટે અરજી કરતાં હોય છે અને તેના આધારે વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ફાળવવામાં આવતી હોય છે. કમિટી દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટના આધારે તેમને સ્કોલરશીપની રકમ ફાળવતા હોય છે. 2025-26નું શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. યુનિવર્સિટીની 14 ફેકલ્ટી 2 કોલેજના મળીને 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં 868 વિદ્યાર્થીઓ અને 921 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે 1552 વિદ્યાર્થીઓને 91.27 લાખ રૂપિયાની રકમની સ્કોલરશીપ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 237 વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. સૌથી વધારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચૂકવામાં આવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના 204 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. રાજય સરકારે ડિજીટલ ગુજરાત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેવી સ્કોલરશીપની સંખ્યા વધતા ડીએસડબલ્યુમાં પણ લાભ મળ્યો છે. ગત વર્ષ કરતાં વધુ વિદ્યાર્થીને આ વર્ષે ડીએસડબલ્ય મળી છે. જરૂરીયાતમંદ સુધી મદદ પહોંચી છે. 2018-19માં સૌથી વધુ 3537ને સ્કોલરશિપ મળી કઇ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ
    Click here to Read More
    Previous Article
    સર સયાજીરાવ ગાયકવાડને પુષ્પાજંલિ અર્પણ કરાઈ:મહારાજ સાહેબથી પ્રેરણા લઈ શહેરને સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ છે: રાજમાતા
    Next Article
    અનોખો વિરોધ:હવે ભ્રષ્ટાચારીઓને વહીવટ ન મળે તેવી પ્રાર્થના સાથે પાલિકાની કચેરીની આરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment