Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનોખો વિરોધ:હવે ભ્રષ્ટાચારીઓને વહીવટ ન મળે તેવી પ્રાર્થના સાથે પાલિકાની કચેરીની આરતી

    8 hours ago

    પાલિકામાં ચૂંટાયેલી પાંખે 5 વર્ષની ટર્મ પૂરી થતાં વિદાય દીધી છે. ત્યારે સામાજિક કાર્યકરોએ પાલિકાના ગેટ બહાર અનોખો વિરોધ કર્યો છે. નવા બોર્ડમાં નિષ્ઠાવાન વ્યક્તિઓ આવે અને ભ્રષ્ટાચારીઓ દૂર થાય તેવી પ્રાર્થના સાથે સામાજિક કાર્યકરોએ આરતી કરી હતી. 2021ની ચૂંટણી બાદ ભાજપનું બોર્ડ બન્યું હતું. 5 વર્ષમાં ભાજપ બોર્ડમાં અનેક વિવાદો થયા હતા. પ્રજા હજી પણ ગંદા પાણી, તૂટેલા રોડ, રોડના ખાડા, ઉભરાતી ડ્રેનેજ જેવી સમસ્યાઓથી પરેશાન છે. શહેરમાં અસંખ્ય ફરિયાદો અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ચૂંટાયેલી પાંખે 5 વર્ષ પૂર્ણ કર્યા છે. તો હવે ફરીથી આ બોર્ડ ન આવે તેવી પ્રાર્થના થઈ રહી છે. સામાજિક કાર્યકરોએ પાલિકાની કચેરી બહાર ગેટ પર પૂજા કરી આરતી કરી અનોખો વિરોધ કર્યો હતો. પાલિકાના ગેટ પર હારતોરા અને પુષ્પો નાખી પ્રભુને પ્રાર્થના કરી હતી. સામાજિક કાર્યકરોનું કહેવું હતું કે, પાલિકામાંથી ભ્રષ્ટાચારીઓએ વિદાય લીધી છે. જેથી હવે નવા બોર્ડમાં નિષ્ઠાવાન લોકો આવે, વડોદરા વિશે વિચારધારા લોકો આવે તેમ જ પાલિકામાં નૈતિક શાસન જળવાઈ તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે. તેઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાલિકા સંકુલમાં પૂજા વિધિ કરવી હતી પરંતુ સિક્યુરિટી તેમને રોક્યા હતા.
    Click here to Read More
    Previous Article
    77 વિદ્યાર્થીઓની ફી સંપૂર્ણ માફ કરાઈ:મ.સ.યુનિ.ના 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની શિષ્યવૃત્તિ
    Next Article
    ‘Class 8 pass’ jibe & ‘shoe hurling’ retort: Sparks fly after BJP raises Point of Order against Italia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment