Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સર સયાજીરાવ ગાયકવાડને પુષ્પાજંલિ અર્પણ કરાઈ:મહારાજ સાહેબથી પ્રેરણા લઈ શહેરને સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ છે: રાજમાતા

    11 hours ago

    વડોદરાના દિર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો બુધવારે 164ની જન્મ જયંતી હતી. આ અવસરે કિર્તી મંદિર ખાતે શ્વરાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં રાજમાતાએ મહારાજાની પ્રતિમા પર પુષ્પહાર ચડાવીને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. તો આ સાથે મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓએ સંગીત દ્વારા મહારાજાના શ્વરાજંલિ આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને તેઓએ પુષ્પાજંલિ આપી હતી. રાજમાાતાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે મહારાજાનો 164મો જન્મ દિવસ છે.મને આનંદ છે કે,શહેરના વરિષ્ઠ નાગરિકો આવ્યા અને મહારાજા સાહેબને પુષ્પાજંલિ આપી. આ આનંદના અવસરમાં અમે તેમના કામને યાદ કરીએ છે. તે કામની જ પ્રેરણા લઈને આપણા શહેરને સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ, તેવી હું આશા વ્યક્ત કરુ છું. આ સાથે સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્ય ફેકલ્ટીમાં પણ પુષ્પાજંલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના સત્તાધીશો અને પ્રોફેસરો દ્વારા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર ચડાવીને પુષ્પાજંલિ આપી હતી. ઉપરાંત સયાજી હૉસ્પિટલ, કાલાઘોડા ખાતે પણ પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હોળી રસિયાનો કાર્યક્રમન યોજાયો:બેઠક મંદિર ખાતે વૈષ્ણવ પર ફૂલોની વર્ષા કરી ફૂલ ફાગનો મનોરથ યોજાયો
    Next Article
    77 વિદ્યાર્થીઓની ફી સંપૂર્ણ માફ કરાઈ:મ.સ.યુનિ.ના 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની શિષ્યવૃત્તિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment