Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 77મો જિલ્લા વન મહોત્સવ:શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાએ 'એક પેડ મા કે નામ' અભિયાનને બિરદાવ્યું

    1 day ago

    વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમાં વન વિભાગ દ્વારા 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાએ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડો. રાજ સંદીપ, નાયબ વન સંરક્ષક ઉષ્મા નાણાવટી, જિલ્લા કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયા અને ધારાસભ્ય ભગવાન બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. વન વિભાગના અધિકારીઓએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ તુલસીના રોપા અર્પણ કરી અભિવાદન કર્યું હતું. વિવિધ શાળાની બાળાઓ અને સંસ્કૃત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ઉષ્મા નાણાવટીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે વન અને પર્યાવરણના જતન તેમજ વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો હતો. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં આ કાર્યક્રમ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિસરમાં યોજાયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વૃક્ષારોપણને આજે દેશભરમાં સામાજિક આંદોલનનું સ્વરૂપ મળ્યું છે. તેમણે 'વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો' તેમજ 'વૃક્ષ વાવો અને જીવન બચાવો'ના સંદેશ સાથે સૌને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોએ 'વૃક્ષરથ ઓક્સિજન રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ, પર્યાવરણ જતન અને હરિયાળા ગુજરાતના નિર્માણનો સંદેશ ગુંજતો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખુશી વૈદ્ય ચાર વર્ષથી સૈનિકોને રાખડી મોકલે છે:‘એક રાખી ફોજી કે નામ’ અભિયાન હેઠળ દર વર્ષે 6000 રાખડીઓ
    Next Article
    જમીન વિવાદ અને અંધશ્રદ્ધામાં બે માસૂમની હત્યા:આરોપીએ કહ્યું- વર્ષ પહેલા અમિતને મેં જ ચેકડેમમાં ડુબાડી દીધો હતો; ઇડરના સમલાપુરમાં કેવલની હત્યામાં ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment