Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન વિવાદ અને અંધશ્રદ્ધામાં બે માસૂમની હત્યા:આરોપીએ કહ્યું- વર્ષ પહેલા અમિતને મેં જ ચેકડેમમાં ડુબાડી દીધો હતો; ઇડરના સમલાપુરમાં કેવલની હત્યામાં ખુલાસો

    23 hours ago

    સાબરકાંઠાના ઇડર તાલુકાના સમલાપુર ગામમાં એક જ પરિવારના બે માસૂમ ભાઈઓની હત્યાનો સસનીખેજ ભેદ ઉકેલાયો છે. 7 વર્ષના કેવલજી ઠાકોરની હત્યાના આરોપમાં પકડાયેલા 19 વર્ષીય સાવનજી અળખાજી ઠાકોરે રિમાન્ડ દરમિયાન તેના મોટા ભાઈ, 12 વર્ષના અમિતજી ઠાકોરની પણ એક વર્ષ પહેલાં હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. નાના ભાઈની હત્યા બાદ મોટા ભાઈનું રહસ્ય ખોલ્યું બે દિવસ અગાઉ 7 વર્ષના કેવલજી ઠાકોરનું અપહરણ કરી હત્યા કરવાના ગુનામાં સાવનજીની ધરપકડ કરાઈ હતી. કેવલનો મૃતદેહ ગામની સીમમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે એક વર્ષ પહેલાં 12 વર્ષના અમિતજી ઠાકોરનું અપહરણ કરીને તેને ગામના ચેકડેમના પાણીમાં ધક્કો મારી હત્યા કરી હતી. જમીન વિવાદ અને અંધશ્રદ્ધા હત્યાનું મુખ્ય કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જમીનના વિવાદ અને અંધશ્રદ્ધાના વહેમને કારણે આ બંને માસૂમ ભાઈઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ઇડર પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરાશે આજે સાંજે આરોપી સાવનજીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ ટીમ સમગ્ર ઘટનાક્રમ અને હત્યા પાછળના અન્ય ચોક્કસ કારણો અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 77મો જિલ્લા વન મહોત્સવ:શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાએ 'એક પેડ મા કે નામ' અભિયાનને બિરદાવ્યું
    Next Article
    Now do good to the farmers!NEWS18's campaign | હવે ખેડૂતો પર કરો મહેર ! NEWS18નું અભિયાન | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment