Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોકાણના નામે ઠગાઈ:બિલ્ડરને સેબીનો લેટર મોકલી 76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી

    11 hours ago

    અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે સાયબર ગઠિયાઓએ 76 લાખથી વધુની છેતરપિંડી કરી છે.ગઠિયાઓએ બિલ્ડરને સેબીનો લેટર મોકલીને રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપીને 76.85 લાખ રૂપિયા પડાવ્યા હતા.બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. રોકાણની ટીપ્સ આપી હતી મેમનગરમાં રહેતા બિલ્ડર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ રહ્યા હતા ત્યારે શેર બજારની એડ જોઈને બિલ્ડરે લિંકમાં ક્લિક કરતા ગ્રુપમાં એડ થયા હતા.બિલ્ડરે ગ્રુપમાં શેરબજારના રોકાણને લગતી ટિપ્સ જોઈ હતી. બિલ્ડરને એક યુવતીનો મેસેજ આવ્યો હતો જેને પોતાની ઓળખ આદિત્ય બિરલા ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી જે બાદ યુવતીએ બિલ્ડરને રોકાણ માટેની ટીપ્સ આપી જે રોકાણ કરવાથી બિલ્ડરને ફાયદો થતો હતો. નફો ઉપાડવા જતા સર્વિસ ચાર્જ ભરવા જણાવ્યું બિલ્ડરને યુવતી પર વિશ્વાસ આવતા યુવતીની વાતોમાં આવીને વધુ નફો મેળવવા યુવતીના કહ્યા મુજબ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.આ એપ્લીકેશનમાં યુવતીના કહ્યા મુજબ ટુકડે ટુકડે 76.95 લાખ રૂપિયા ભર્યા હતા જેની સામે 8.86 કરોડ નફો બતાવતા હતા.બિલ્ડરે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે 15 ટકા સર્વિસ ચાર્જના નામે 1.32 કરોડ ભરવાનું જણાવ્યું હતું જેથી બિલ્ડરને શંકા જતા સાયબર ક્રાઇમમાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ધોરાજી નજીક ખાનગી બસ પલટી, 22 મુસાફરો ઘાયલ:4 ગંભીર, રોડ પર ચિચિયારીઓ ગુંજી ઊઠી; બસની એક્સલ ભાંગી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
    Next Article
    ખોટા બિલ રજૂ કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો:ગોચનાદ ખીલાસરી ચોરી કેસમાં દોઢ વર્ષ બાદ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment