Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોટા બિલ રજૂ કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો:ગોચનાદ ખીલાસરી ચોરી કેસમાં દોઢ વર્ષ બાદ કાર્યવાહી

    9 hours ago

    સમી પોલીસે ગોચનાદ ખાતે દોઢ વર્ષ પહેલાં થયેલી ખીલાસરી ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી)ની ધરપકડ કરી છે. આ આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલને છોડાવવા માટે પોલીસ અને કોર્ટ સમક્ષ ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ઘટના સમી તાલુકાના ગોચનાદ ગામે રામદેવ હોટલ પાસે 25 જાન્યુઆરી, 2025 થી 27 જાન્યુઆરી, 2025 દરમિયાન બની હતી. પાંચ જેટલા શખ્સોએ કાવતરું રચીને એક ટ્રેલરમાં ભરેલી રૂ. 1,74,000ની કિંમતની 3490 કિલો ખીલાસરીની ચોરી કરી હતી. પાટણ એસ.ઓ.જી. પોલીસે 25 જાન્યુઆરી, 2025ના રોજ આ ખીલાસરીનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, આરોપીઓએ આ જથ્થો છોડાવવા માટે પોલીસ અને સમી કોર્ટ સમક્ષ ખીલાસરીના ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ખોટા બિલોના આધારે કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કરીને તેને છોડાવી લેવાયો હતો. આ ગુનામાંથી છૂટી જવા અને આર્થિક લાભ મેળવવાના હેતુથી ખોટા બિલ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને કોર્ટ અને પોલીસ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે સમી પોલીસે 14 એપ્રિલ, 2025ના રોજ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, આ કેસમાં નાસતા ફરતા આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી), રહે. નોખડા, ગુરુઓં કા તલા, તા. નોખડા, જી. બાડમેરની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં તેનું નામ સામેલ હતું. રાવતારામની ભૂમિકા એવી હતી કે, તેનો સાથી અમરતજી ઠાકોર તેની સાથે નોકરી કરતો હતો. અમરતજીએ રાવતારામને ખીલાસરીની જરૂર હોવાથી ટ્રેલરમાં ખીલાસરી ભરાય અને રાધનપુર જવાનું થાય ત્યારે જાણ કરવાનું કહ્યું હતું. 24 જાન્યુઆરી, 2025ના રોજ રાવતારામ બીજા ડ્રાઈવર અને ક્લીનર સાથે ભાવનગરથી રાધનપુર જવા નીકળ્યો હતો. 25 જાન્યુઆરી, 2025ના રોજ સમીથી રાધનપુર જતી વખતે અમરતજીએ ખીલાસરીને સમીના ગોચનાદ ગામ પાસેની રામદેવ હોટલ પાસે ઉતારવાનું કહ્યું હતું. ત્યાં તેમણે લગભગ ચાર ટન ખીલાસરી ઉતારી હતી, જ્યારે બાકીનો જથ્થો રાધનપુરમાં ઉતાર્યો હતો. પોલીસે આ જથ્થો પકડ્યા બાદ તેને કોર્ટમાંથી છોડાવવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, તપાસમાં તેમની પોલ ખુલ્લી પડી જતાં ગુનો નોંધાયો હતો અને આ નાસતો ફરતો આરોપી હવે ઝડપાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    રોકાણના નામે ઠગાઈ:બિલ્ડરને સેબીનો લેટર મોકલી 76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી
    Next Article
    Rajasthan RBSE Board 12th Result: Expected Date, Past Year Pass Percentages, Official Websites Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment