Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં જ્વેલર્સમાં 7.62 લાખની ચોરી કરનાર ગેંગ યુપીમાં ટ્રેક થઈ:સુરત પોલીસના એક ફોન પર ખેલ ખુલ્યો, પોલીસ જોઈ ચાલુ બસે બારીમાંથી કૂદી ચોર ભાગ્યા; દાગીના ભરેલો થેલો મુકતા ગયા

    1 day ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરીને ભાગેલા શાતિર તસ્કરો અને પોલીસ વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સુરત પોલીસની સજાગતા અને એક બસ ડ્રાઈવરની બહાદુરીના કારણે આરોપીઓનો છેક ઉત્તર પ્રદેશના કાનપુર સુધી પીછો કરવામાં આવ્યો હતો. પોલીસ પકડમાં આવી જવાની ભીતિ વચ્ચે ચોર ઇસમો કાનપુર પાસે આવેલા રાનિયા પોલીસ સ્ટેશનની નજીક ચાલુ લક્ઝરી બસની બારીમાંથી કૂદીને ફિલ્મી ઢબે નાસી છૂટ્યા હતા. જોકે, ભાગવાની ઉતાવળમાં તેઓ ચોરીના દાગીના ભરેલો થેલો બસમાં જ છોડી ગયા હતા, જેને પોલીસે જપ્ત કરી લીધો છે. હાલમાં આ બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે પરંતુ સુરત પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીની મદદથી તેઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ક્રિષ્ણા જ્વેલર્સના પતરા કાપીને 7.62 લાખની ચોરી કરી હતી સુરતના ઉધના હરીનગર-03 ખાતે આવેલા કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ ભગવાનદાસ સોની પાંડેસરા ગીતાનગરના તેરેનામ મેઈન રોડ પર દુકાન નંબર 108માં 'ક્રિષ્ણા જ્વેલર્સ' નામની સોના-ચાંદીની દુકાન ચલાવે છે. ગત તારીખ 27 જૂન 2026ના રોજ રાત્રે 9:00 વાગ્યાથી તારીખ 28 જૂન 2026ના સવારના 07:45 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવી હતી. ચોરોએ દુકાનની છતના પતરા કોઈ તીક્ષ્ણ સાધન વડે કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને શોકેસ તેમજ કાઉન્ટરના ખાનામાં રાખેલા ₹7,42,500/-ની કિંમતના ચાંદીના દાગીના તથા ₹20,000/- રોકડા મળી કુલ ₹7,62,500/- ના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. ઘટના અંગે મનોજ સોનીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને ગુમરાહ કરવા 4 રિક્ષા બદલી, કેમેરાથી બચવા કારસો રચ્યો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાંડેસરા પોલીસની સર્વેલન્સ સ્કોર્ડના માણસો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું હતું. ફૂટેજ તપાસતા પોલીસને બે અજાણ્યા શંકાસ્પદ ઇસમો નજરે પડ્યા હતા, જેમણે પોલીસને ગુમરાહ કરવા અને સીસીટીવી કેમેરાની નજરમાંથી બચવા માટે ભારે ચાલાકી વાપરી હતી. તેઓ પાંડેસરા પત્રકાર સર્કલ ખાતેથી એક ઓટો રિક્ષામાં બેઠા હતા અને ત્યાંથી પારસી પંચાયત કમ્પાઉન્ડ ટ્રાવેલ્સના પાર્કિંગ ગેટ પાસે ઉતર્યા હતા. ત્યાંથી તુરંત જ બીજી રિક્ષા ભાડે કરી કામરેજ મેઈન રોડ પર લસકાણા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. લસકાણાથી ફરી ત્રીજી રિક્ષા બદલી કામરેજ ચોકડી પાસે કાકાના પેટ્રોલ પંપ ઉતાર્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓએ વારંવાર રિક્ષાઓ બદલીને કામરેજ ચોકી સુધીની સફર તય કરી હતી. સીસીટીવીના આધારે મધ્યપ્રદેશ પાસિંગની લક્ઝરી બસ ટ્રેક થઈ ચોરોની આ ગતિવિધિઓને સુરત પોલીસના બાહોશ સ્ટાફે સીસીટીવી નેટવર્કની મદદથી કડીબદ્ધ જોડી કાઢી હતી. તપાસ દરમિયાન પોલીસને પાક્કી હકીકત મળી હતી કે આ બંને ચોર ઇસમો કામરેજ ચાર રસ્તાથી એસ.કે.ટી. ટ્રાવેલ્સની લક્ઝરી બસ (નંબર-MP-06-LZ-9555)માં બેસીને સુરતથી વાયા કામરેજ થઈ ઉત્તર પ્રદેશના કાનપુર તરફ ભાગી રહ્યા છે. આ ઇનપુટ મળતા જ પાંડેસરા પોલીસની ટીમ તાત્કાલિક જે-તે ટ્રાવેલ્સની ઓફિસે પહોંચી હતી, જ્યાં હાજર કર્મચારી સુધીર ઇન્દ્રજીત દુબે પાસેથી કાનપુર જઈ રહેલી તે ચોક્કસ બસની વર્તમાન સ્થિતિ મેળવી હતી. પોલીસે બસના ડ્રાઈવર અમન પંડિતનો મોબાઈલ નંબર મેળવીને તેનો રનિંગ બસમાં જ સંપર્ક સાધ્યો હતો, જે આ કેસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. ચાલુ બસની બારીમાંથી કૂદીને ભાગ્યા, કાનપુરની પોલીસ ચોકી બહાર ડ્રામા પાંડેસરા પોલીસે બસના ચાલક અમન પંડિતને વોટ્સએપ પર સીસીટીવીમાંથી મેળવેલા બંને આરોપીઓના ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા અને જણાવ્યું હતું કે તમારી બસમાં બેઠેલા આ બંને મુસાફરો સુરતમાં મોટી ચોરી કરીને ભાગી રહ્યા છે. પોલીસે ડ્રાઈવરને સૂચના આપી હતી કે આસપાસમાં જે પણ પોલીસ સ્ટેશન આવે ત્યાં બસ સીધી અંદર લઈ લેવી. બસ ડ્રાઈવરે ચાલાકીપૂર્વક કાનપુર નજીક આવતા જ રાનિયા પોલીસ સ્ટેશન તરફ બસ વાળી દીધી હતી. જોકે, બસ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશી રહી હોવાની ગંધ ચોરોને આવી ગઈ હતી. આરોપીઓને શંકા જતા જ તેઓ પોતાની સીટની બારીમાંથી ચાલુ બસે કૂદી પડ્યા હતા. ડ્રાઈવરે બસ ઉભી રાખી તેમની પાછળ દોડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ રાત્રિના અંધકારનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. લાખોની કિંમતના દાગીના અને મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત જોકે, ડ્રાઈવર અને ચોરો વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન એક મોટી સફળતા મળી હતી. ભાગી રહેલા બે ચોર પૈકી એકના ખભા પર થેલો ભરાવેલો હતો, જેને ડ્રાઈવરે પાછળથી પકડી લીધો હતો. પકડાઈ જવાની બીકે ચોર થેલો ત્યાં જ છોડીને અંધારામાં ગાયબ થઈ ગયો હતો. આ થેલાને સુરક્ષિત રીતે ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત રાનિયા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યો હતો. થેલાની તપાસ કરતા તેમાંથી ₹5,83,580/- ની કિંમતના ચોરી થયેલા ચાંદીના દાગીના તેમજ તસ્કરોના ₹10,000/- ની કિંમતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આમ, સુરત પોલીસની ત્વરિત કાર્યવાહી અને ડ્રાઈવરની સતર્કતાથી ચોરી થયેલો 100 ટકા મુદ્દામાલ સુરક્ષિત રીતે રિકવર કરી લેવામાં આવ્યો છે. 250થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસાયા, પોલીસની 8 ટીમો મેદાનમાં હતી આ સફળ ઓપરેશન અંગે માહિતી આપતા એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, આ ગુનાના ડિટેક્શન માટે સુરત પોલીસ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધવામાં આવ્યો હતો. સમગ્ર કેસ ઉકેલવા માટે 7 થી 8 અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી, જેમણે સતત રાત-દિવસ એક કરીને કામ કર્યું હતું. સુરતથી લઈને આરોપીઓના ભાગવાના રૂટ પરના અંદાજે 250 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ અને ફૂટેજના વિશ્લેષણ પરથી એવું પણ જાણવા મળ્યું છે કે ચોરી કર્યા બાદ આરોપીઓ ડાયમંડ નગરમાં આશરે એકાદ કલાક જેટલો સમય રોકાયા હતા. મોબાઈલ ડિટેઈલ્સના આધારે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા ચોરીનો મુદ્દામાલ કાનપુરની રાનિયા પોલીસ પાસે હોવાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. દિગ્મ્બર પુંડલીક ફરિયાદી મનોજ સોનીને સાથે રાખીને તાત્કાલિક કાનપુર રવાના થયા હતા. તેઓએ રાનિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પાસેથી કાયદેસરની પ્રક્રિયા કરીને તમામ મુદ્દામાલ સુરત પોલીસના નામે કબજે મેળવી લીધો છે. ભલે આરોપીઓ હાલ પોલીસના હાથમાંથી છટકી જવામાં સફળ રહ્યા છે, પરંતુ તેઓ જે બે મોબાઈલ ફોન થેલામાં મુકીને ભાગ્યા છે, તેની કોલ ડિટેઈલ્સ (CDR) અને લોકેશન ડેટા કઢાવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને ખાતરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ શાતિર તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વર્ષે અહીંથી 20 કરોડ ચિપ નીકળશે: PM:'20 વર્ષ પહેલાંનું સપનું પૂર્ણ, વર્ષે 500 કરોડ ચિપનો લક્ષ્યાંક', મોદીએ સાણંદમાં CG સેમિ. પ્લાન્ટમાં ચિપના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો
    Next Article
    આણંદ પેરોલ ફર્લો સ્કોડે ઓનલાઈન ટિકિટ કૌભાંડમાં 3ને દબોચ્યા:GSRTC ગોધરા વિભાગમાં ₹2.16 લાખના ટિકિટ કૌભાંડમાં 4 વર્ષથી ફરાર હતા, આરોપીમાં દાહોદનો કોંગ્રેસ કોર્પોરેટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment