Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષે અહીંથી 20 કરોડ ચિપ નીકળશે: PM:'20 વર્ષ પહેલાંનું સપનું પૂર્ણ, વર્ષે 500 કરોડ ચિપનો લક્ષ્યાંક', મોદીએ સાણંદમાં CG સેમિ. પ્લાન્ટમાં ચિપના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો

    1 day ago

    આજે (4 જુલાઈ) PM નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે 4 મહિનામાં ત્રીજા પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ સાથે જ છેલ્લા 5 મહિનામાં જ ગુજરાતના 4 પ્લાન્ટમાંથી ત્રણમાં ચિપનું ઉત્પાદન થવા લાગ્યું છે. મોદીએ કહ્યું કે, અહીં વર્ષે 20 કરોડ ચિપ નીકળશે અને 500 કરોડનો લક્ષ્યાંક છે. સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ તેજ ગતિ પકડી રહ્યો છે. સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક અને હવે ચિપ બાય ચિપ. આજે 20 વર્ષ જૂનું સપનું પૂર્ણ થયું છે. દેશને સેમિ કન્ડક્ટર હબ બનાવવાનો 5 વર્ષ પહેલા સંકલ્પ કર્યો હતો: મોદી OSAT ફેસિલિટીના ઉદ્ઘાટન બાદ મોદીએ સંબોધન કરતા કહ્યું કે, કેમ છો બધા? આજનો કાર્યક્રમ એ વાતનું પ્રમાણ છે કે, ભારત જે નક્કી કરી લે એ કરી બતાવે છે. 5 વર્ષ પહેલાં ભારતે સંકલ્પ લીધો હતો કે, દેશને સેમિ કન્ડક્ટર હબ બનાવીશું. અમે મેક ઈન ઇન્ડિયાના મંત્રને લઈ આગળ વધ્યા છીએ. દેશના ત્રીજા પ્લાન્ટમાં ચિપ પેકેજિંગનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરાવ્યું છે. જ્યારે મેં આ પ્રોજેક્ટની સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી. જેનાથી લાગ્યું કે મિનિ ઈન્ડિયા અહીં છે. જ્યારે દીકરા દીકરીઓ સાથે મેં વાતચીત કરી છે. તેઓનો ટેકનોલોજીનો આત્મવિશ્વાસ ખૂબ જ હતો જેનાથી હું પ્રભાવિત થયો છું. ‘દર વર્ષે 20 કરોડ ચિપ નીકળશે’ CG સેમિનો પ્લાન્ટ જાપાન અને થાઇલેન્ડ સાથે ઇન્ડસ્ટ્રી પાર્ટનર સાથે જોડવાનો પ્રયાસ છે. આ ભારતની સેમિ કંડકટર યાત્રાને આગળ વધારશે. આજે કોમર્શિયલ ઉત્પાદન શરૂ થશે. દર વર્ષે 20 કરોડ ચિપ નીકળશે. દર વર્ષે 500 કરોડ ચિપ બનાવવાનો લક્ષ્યાંક છે. દરરોજ 1.5 કરોડ જેટલી બનશે જે ખુબ જ જલ્દી કરશો એવો ભરોસો છે. ‘20 વર્ષ પહેલાં યોજના બનાવી હતી, હું આજે અંદરથી ખૂબ ખુશ છું’ 20 વર્ષ પહેલાં મેં ગુજરાતમાં સેમિ કન્ડક્ટરનો પ્લાન્ટ લગાવવા માટે યોજના બનાવી હતી. ગાંધીનગર અને પ્રાંતિજ પાસે 350-400 એકર જમીન નક્કી કરી હતી. કંપનીઓ સાથે વાત કરી હતી. પરંતુ તે સમયે ભારત સરકારને શું થઈ ગયું કે, વાત આગળ વધી શકી નહીં. મારું 20-22 વર્ષ જૂનું સપનું પૂર્ણ થયું છે. દેશમાં તે સમયે ચિપની કોઈ ચર્ચા કરતું નહીં અને કોઈ વાત કરે તો મીડિયા મજાક ઉડાવતું હતું. હું આજે અંદરથી સૌથી વધુ ખુશી અનુભવું છું. ‘C2-95 વિમાન વડોદરામાં બન્યું અને ઉડાન ભરી’ હમણાં C2-95 વિમાન વડોદરામાં બન્યું અને ઉડાન ભરી હતી. એક જમાનામાં સાયકલ બનાવનાર આવતા તો મીઠાઈ વેચતા આજકાલ તો વિમાનો બનાવી રહ્યા છીએ. આપણે દુનિયાના ઔદ્યોગિક ઇતિહાસને જોઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે, કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ પાવરનો પાવર ક્લસ્ટર હોય છે. અમેરિકાની સેલિકોન વેલી સહિતના ક્લસ્ટરના ઉદાહરણો છે. સાણંદ પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે. આ જ ક્લસ્ટરની તાકાત છે, એક ઉદ્યોગ બીજા ઉદ્યોગને જન્મ આપે છે. ‘ભારત દુનિયામાં સૌથી વધુ મોબાઈલનું ઉત્પાદનમાં બીજા નંબરે’ સાણંદમાં દેશનું એક સેમિ કંડકટર કલસ્ટર શરૂ થયું છે. અનેક કંપનીઓ આવશે અલગ અલગ સેક્ટરની કંપનીઓ પણ આવશે.લાખો રોજગાર મળતાં અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે.આપણે મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિગથી શરૂઆત કરી હતી. આજે ભારતમાં મોબાઇલ ફોન પહેલા કરતાં 33 ટકા વધુ થઈ રહ્યું છે. 2014 પહેલાં મોબાઈલ ફોન બહારથી લાવતાં હતા. હવે દુનિયામાં સૌથી મોટું બીજું ઉત્પાદન કરે છે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદન 7 ગણું વધી ગયું છે. ભારત હવે માત્ર મોબાઇલ , ઇલેક્ટ્રિક ઉત્પાદન નહીં પરંતુ ઇલેક્ટ્રિકની દુનિયા ચાલે છે એવી ચિપ પણ બનાવીશું. 'જેનાથી ઇલેક્ટ્રોનિક્સની આખી દુનિયા ચાલે એવી ચિપ બનાવીશું' અમારા પ્રયાસ કમ્પોનન્ટ્સમાં પણ આત્મનિર્ભરતા પર છે. અમે ખાલી મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક્સ નહીં બનાવીએ, અમે એવી ચિપ બનાવીશું જેનાથી ઇલેક્ટ્રોનિક્સની આખી દુનિયા ચાલે છે. વેલ્યૂ ચેન્જ આખી ભારતમાં થશે. આ વિક્સિત ભારતનો રોડ મેપ છે. સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમનું નેક્સ્ટ સ્ટેપ છે ક્રિટિકલ મિનરલ્સ અને હાઇટેક મટિરિયલમાં આત્મનિર્ભરતા હમણાં સુબૈયા જી ગુજરાતીમાં પણ બોલતા હતા કે, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. મારો પણ એ જ સ્વભાવ છે. હું નાનો વિચાર અને લક્ષ્ય નથી રાખતો. સ્ટેચ્યૂ બનાવું તો પણ દુનિયાનું સૌથી મોટું બનાવું છું. સુબૈયા(સીજી સેમિના ચેરમેન)એ કહ્યું કે, સુનતે હોના બિનોદ...કામ બોલતા હૈ, કામ બોલે છે. ‘AI નવી સ્કીલનો નવો સંસાર ખોલશે, યુવાઓ આ તક ના ગુમાવતા’ જ્યારે દુનિયામાં કોઈ નવી ઔદ્યોગિક ક્રાંતિ આવે છે તો યુવાઓને લાભ મળે છે.નવી સ્કીલ અને આઇડિયાની જરૂર છે. આજે મેં ઝારખંડ, કેરળ અને છત્તિસગઢની દીકરીઓ સાથે જય જોહારથી સાથે વાતચીત કરી હતી. દીકરીઓ અને યુવા શકિત પર ગર્વ છે. AI નવી સ્કીલનો નવો સંસાર ખોલશે. યુવાઓને કહું છું. આ તક ગુમાવવાની નથી. આઇડિયા તમારો અને સાથ મારો. આજે ITI વાળાઓનો જમાનો છે. આમાથી ઘણી દીકરીઓના પરિવારજનોએ પાસપોર્ટ પણ નહોતો જોયો તો ઘણી દીકરીઓએ મુંબઈ-દિલ્હી નહોતા જોયા પણ ટ્રેનિંગ માટે મલેશિયા ગઈ હતી. ‘2026માં મારા મંત્રીએ કહી દીધું છે કે, સેમિ કન્ડક્ટરના 4 નહીં 5 શરૂ થઈ જશે’ આ વર્ષની શરૂઆતમાં મેં કીધું હતું કે, વર્ષ 2026માં 4 સેમિ કન્ડક્ટર ફેસિલિટી શરૂ થઈ જશે. પરંતુ મારા મંત્રીએ કહી દીધું છે કે, 4 નહીં 5 શરૂ થઈ જશે. આજનું ભારત મોટા લક્ષ્ય રાખે છે અને સમયસર પૂર્ણ પણ કરે છે. અમારી નીતિઓ સ્થિરતા છે. અમારા નિર્ણયોમાં સ્પષ્ટતા છે અને એક્ઝિક્યુશનમાં ગતિ છે. સીજી સેમિના મેનેજમેન્ટ અને અન્ય ઇન્વેસ્ટર્સને ખાતરી આપું છું કે, રિફોર્મ્સનો રસ્તો જે પસંદ કર્યો છે એ વધુ ગતિ પકડશે. આજનું ભારત ઇઝ ઓફ ડુઈંગ માટે કમિટેડ છે. આ કમિટમેન્ટથી 140 કરોડ ભારતવાસીઓ 2047માં ભારતને વિક્સિત ભારત બનાવીને રહેશે. આજે જે 18-20 વર્ષના યુવાઓ જ્યારે તમારા ઘરમાં બાળકો મોટા થઈ રહ્યા હોય ત્યારે તમારા બાળકોને વિક્સિત ભારતમાં મોટા થતાં જોઈ શકો તે માટે હું મારી જિંદગી ખપાવી રહ્યો છું. અમે વિકાસના રસ્તા પર ચાલી નીકળ્યા છીએ. જેમાં સેમિકન્ડક્ટરનું ક્ષેત્ર મોટી શક્તિ બની નવો વિશ્વાસ પેદા કરી રહ્યું છે. હું તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમે પણ ઉંચા લક્ષ્યો રાખીને ચાલો, નિશાન ચૂક થાય તો જોયું જશે. ખૂબ ખૂબ ધન્યવાદ... 12માંથી ત્રણ પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું છે: અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મુખ્યમંત્રીનું એક્ઝિક્યુશન ખૂબ સ્ટ્રોંગ છે કે, 27 મહિનામાં તો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્ર ભાઈ. 12માંથી ત્રણ પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું છે. જેથી લોકો ભારત પર વિશ્વાસ મૂકી રહ્યા છે. વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે પ્લાન્ટ એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, આ ફેસિલિટી વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા થઈ જસે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિને કારણે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટે વધતી જતી વૈશ્વિક માંગને પૂરી કરવામાં મદદ કરશે. CG સેમી ફેસિલિટી શું છે? આ ફેસિલિટી ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ક્ષેત્રોના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. CG સેમી ફેસિલિટી એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે, જેમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે. બન્ને OSAT સુવિધા સાથે દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સ બનશે માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોન અને હવે CG સેમિ દ્વારા OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. CG સેમિ દ્વારા બીજા એક પ્લાન્ટના નિર્માણનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે. આ બન્ને OSAT સુવિધાઓ સાથે મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ કરશે. 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન આ OSAT સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા રૂ.7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ પર 14 રન બનાવીને આઉટ:10 બોલ રમ્યા, 2 છગ્ગા ફટકાર્યા; ઇંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર-50/1
    Next Article
    પાંડેસરામાં જ્વેલર્સમાં 7.62 લાખની ચોરી કરનાર ગેંગ યુપીમાં ટ્રેક થઈ:સુરત પોલીસના એક ફોન પર ખેલ ખુલ્યો, પોલીસ જોઈ ચાલુ બસે બારીમાંથી કૂદી ચોર ભાગ્યા; દાગીના ભરેલો થેલો મુકતા ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment