Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ પર 14 રન બનાવીને આઉટ:10 બોલ રમ્યા, 2 છગ્ગા ફટકાર્યા; ઇંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર-50/1

    1 day ago

    વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ક્રિકેટર બન્યા છે. તેઓ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યા છે. વૈભવને તિલક વર્માએ ડેબ્યૂ કેપ આપી. વૈભવે શેફાલી વર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ પાછળ છોડી દીધો. શેફાલીએ 15 વર્ષ અને 239 દિવસ અને સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રથમ મેચ રમી હતી. ભારતે બીજી T20માં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે 4.5 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા છે. ઈશાન કિશન અને અભિષેક શર્મા પિચ પર છે. વૈભવ 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો. જ્યાં તેંડુલકરે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી, ત્યાં જ વૈભવે ડેબ્યૂ કર્યું વૈભવ સૂર્યવંશીએ જે મેદાન પર ભારત માટે ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું, તે જ ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરમાં સચિન તેંડુલકરે 14 ઓગસ્ટ 1990ના રોજ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ત્યારે 17 વર્ષ અને 112 દિવસની ઉંમરે સચિને ઇંગ્લેન્ડ સામે અણનમ 119 રન બનાવીને ભારતને હારથી બચાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘BJP’s central leadership has become arrogant’: Raj Thackeray targets Fadnavis over leaders’ remarks
    Next Article
    વર્ષે અહીંથી 20 કરોડ ચિપ નીકળશે: PM:'20 વર્ષ પહેલાંનું સપનું પૂર્ણ, વર્ષે 500 કરોડ ચિપનો લક્ષ્યાંક', મોદીએ સાણંદમાં CG સેમિ. પ્લાન્ટમાં ચિપના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment