Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ પેરોલ ફર્લો સ્કોડે ઓનલાઈન ટિકિટ કૌભાંડમાં 3ને દબોચ્યા:GSRTC ગોધરા વિભાગમાં ₹2.16 લાખના ટિકિટ કૌભાંડમાં 4 વર્ષથી ફરાર હતા, આરોપીમાં દાહોદનો કોંગ્રેસ કોર્પોરેટર

    1 day ago

    આણંદ પોલીસે સાયબર ક્રાઇમ કેસમાં ચાર વર્ષથી ફરાર દાહોદના કોંગ્રેસ કોર્પોરેટર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આણંદ પોલીસની પેરોલ-ફર્લો સ્કોડની ટીમે દાહોદથી આ સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં દાહોદ નગરપાલિકાના વર્તમાન કોંગ્રેસ કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે. આ ગુનો વર્ષ 2022માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આરોપીઓએ GSRTC ગોધરા વિભાગમાં બુકિંગ એજન્ટ તરીકે ફરજ બજાવતી વખતે કૌભાંડ આચર્યું હતું. ઓનલાઈન ટિકિટ બુક કરાવી રદ કરી જાન્યુઆરીથી મે 2022 દરમિયાન ખંભાત ડેપોની 126 ઓનલાઇન ટિકિટો (રૂ. 37,354) અને ઓક્ટોબર 2019થી એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતના અન્ય ડેપોની 229 ટિકિટો (રૂ. 1,78,758)નું બુકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 258 ટિકિટો દ્વારા રૂ. 2,16,212નું નુકસાન સરકારી તિજોરીને પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીઓએ ટિકિટો બુક કરાવ્યા બાદ તેને રદ કરાવીને આ છેતરપિંડી કરી હતી. આ મામલે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓનું લોકેશન ટ્રેસ કરાયું અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ પોલીસ અધિક્ષકની સૂચનાથી, પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમારે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. આરોપીઓમાં કોંગ્રેસનો કોર્પોરેટર બાતમીના આધારે, પોલીસે દાહોદ ખાતેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં પ્રહર્ષ ઉર્ફે મુન્નાભાઈ ભરતભાઈ ડીંડોર (રહે. એકલવ્ય સોસાયટી, ગોદી રોડ, દાહોદ - હાલના કોંગ્રેસ કોર્પોરેટર), મીરાન મહંમદ સફી છીપા (રહે. દાહોદ) અને મહેશકુમાર રામદયાલ અગ્રવાલ (રહે. ભાગ્યોદય સોસાયટી, દાહોદ)નો સમાવેશ થાય છે. સાયબર ક્રાઇમ પોલીસને સોંપાયા પોલીસે ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે આણંદ સાયબર ક્રાઇમ પોલીસને સોંપ્યા છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમાર સહિત વિનયકુમાર, પ્રવિણસિંહ, સચીન વસંતરાવ, ભગીરથસિંહ અને જયદીપસિંહની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં જ્વેલર્સમાં 7.62 લાખની ચોરી કરનાર ગેંગ યુપીમાં ટ્રેક થઈ:સુરત પોલીસના એક ફોન પર ખેલ ખુલ્યો, પોલીસ જોઈ ચાલુ બસે બારીમાંથી કૂદી ચોર ભાગ્યા; દાગીના ભરેલો થેલો મુકતા ગયા
    Next Article
    બેફામ ટ્રકે પાર્ક કરેલી કારને મારી ટક્કર, 20 ફૂટ ઘસડાઈ:2 લાખનું નુકસાન, અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર; મહેસાણામાં વેપારીએ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment