Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    76,000 દીવડાથી સૂરસાગર તળાવ ઝળહળ્યું, ડ્રોન VIDEO:PM મોદીના જન્મદિવસ નિમિતે 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમ યોજાયો

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર પણ આ ઉજવણીમાં ભક્તિભાવ સાથે સહભાગી બન્યું હતું. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે એક અત્યંત ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 76 હજાર દીવડાની ભવ્ય આરતી આશીર્વાદ દીવડા નામના આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત સુરસાગરના કાંઠે આશરે 76 હજાર દિવડાઓ પ્રગટાવીને એક અલૌકિક દીપોત્સવ મહોત્સવ યોજાયો હતો. સાંજ પડતાં જ હજારો દીપકોના તેજથી સુરસાગર તળાવનો સમગ્ર પરિસર ઝળહળી ઊઠ્યો હતો અને વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય દીપોત્સવ અને ઉજવણી કાર્યક્રમનું આયોજન વડોદરાના મેયર ગીતાબેન મકવાણા તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના અનેક અગ્રણીઓ, કાઉન્સિલરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના સુરસાગર તળાવની મધ્યમાં બિરાજમાન ભગવાન શિવની ઉત્તુંગ પ્રતિમા એવા સર્વેશ્વર મહાદેવની સમક્ષ એક વિશેષ અને ભવ્ય મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનોએ એકસાથે મળીને શ્રદ્ધાપૂર્વક મહા આરતીમાં ભાગ લીધો હતો અને મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તમામે દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરી હતી. વડોદરામાં એક મહિના સુધી કાર્યક્રમ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સતત એક મહિનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દેશવાસીઓની સેવા દીર્ઘકાળ સુધી કરતા રહે તે માટે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરવાનો હતો. મહા આરતી અને દીપોત્સવના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરે એકસૂરે વડાપ્રધાન પ્રત્યે પોતાનો સ્નેહ અને આદર વ્યક્ત કર્યો હતો. સુરસાગર તળાવ પર યોજાયેલા આ 76 હજાર દિવડાના રોશની પર્વ અને શિવજીની આરાધનાના દ્રશ્યોએ ઉપસ્થિત તમામ લોકોના મન મોહી લીધા હતા અને આ કાર્યક્રમ વડોદરાના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પીએમ મોદીના 76માં જન્મદિવસની ભવ્ય ઉજવણી:નાવડી ઓવારા અને લિંબાયતમાં 30 હજાર દીવડાઓથી કરાઈ મહાઆરતી
    Next Article
    સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને SMC એ 1.22 કરોડનો દારૂ ઝડપ્યો:SMC એ દરોડો પાડી ભેંસાણમાંથી 1.53 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો: સ્થાનિક પોલીસની કામગીરી અને ગુજરાતમાં દારૂની રેલમછેલ સામે મોટા સવાલો ઊભા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment