Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને SMC એ 1.22 કરોડનો દારૂ ઝડપ્યો:SMC એ દરોડો પાડી ભેંસાણમાંથી 1.53 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો: સ્થાનિક પોલીસની કામગીરી અને ગુજરાતમાં દારૂની રેલમછેલ સામે મોટા સવાલો ઊભા થયા

    6 hours ago

    ​ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના કડક અમલ વચ્ચે રાજ્યમાં દારૂની રેલમછેલ યથાવત હોવાના વધુ એક મોટા પુરાવા સામે આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉમરાળી ગામે દરોડો પાડીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો કન્ટેનર અને વાહનો સાથેનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીનગરથી મળેલી ખાસ સૂચનાના આધારે કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસતંત્રની અસમર્થતા અને શંકાસ્પદ ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસ જેના પર નજર રાખવામાં નિષ્ફળ રહી છે, ત્યાં SMCએ સીધા દરોડા પાડીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. ​ SMCના પીએસઆઇ એસ.વી. ગળચર અને તેમની ટીમે ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે આવેલા પ્રકાશ ધુશાભાઇ ખુમાણના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે 1015 પેટીઓ તેમજ 26,519 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,22,20,967 થાય છે. આ ઉપરાંત પોલીસે 3 વાહનો અને ૩ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,53,47,467 નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​આ સમગ્ર પ્રકરણમાં ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ ૨238 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCની ટીમે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓ પ્રકાશ ધુશાભાઇ ખુમાન અને જયવિર ધુશાભાઇ ખુમાન (બંને રહે. ઉમરાળી)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જેતપુરના રવિરાજ દાનભાઇ ખાચર, જયેન્દ્ર જીલુભાઇ બસીયા, શન્ની, ગાંધીધામના શિવરાજસિંહ શેખાવત, ભેંસાણના રવિરાજ ઉર્ફે ઘુઘો ધાંધલ, પૃથ્વી ઉર્ફે ભૈકો ધાંધલ, મિત બાવાજી, ગુંદાળીના રાહુલ વાળા તેમજ વાહનોના માલિકો અને ચાલકો સહિત ૫ અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. ​રાજ્યભરમાં દારૂની આટલી મોટી હેરાફેરી અને રેલમછેલ ક્યાં સુધી ચાલતી રહેશે તે અંગે હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ભેંસાણ પોલીસના નાકની નીચે જ આટલો મોટો દારૂનો જથ્થો ઉતારી દેવામાં આવ્યો છતાં પણ સ્થાનિક પોલીસને તેનો ભનક પણ ન આવી, જેને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે. SMCના આ સપાટા બાદ સમગ્ર જૂનાગઢ જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    76,000 દીવડાથી સૂરસાગર તળાવ ઝળહળ્યું, ડ્રોન VIDEO:PM મોદીના જન્મદિવસ નિમિતે 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમ યોજાયો
    Next Article
    Banaskantha Crime News | કોમેડિયન 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે ઓળખાતા ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment