Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પીએમ મોદીના 76માં જન્મદિવસની ભવ્ય ઉજવણી:નાવડી ઓવારા અને લિંબાયતમાં 30 હજાર દીવડાઓથી કરાઈ મહાઆરતી

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે ગુરુવારે સુરત શહેરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીના જાહેર જીવનમાં 25 વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુરતમાં “આશીર્વાદનો દીવડો” કાર્યક્રમ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સામુહિક દીપ પ્રાગટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ઉજવણીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના નાનપુરા અને લિંબાયત વિસ્તારમાં કુલ 30 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તાપી કિનારે 10 હજાર દીવડાની આરતી સુરતના નાનપુરા સ્થિત નાવડી ઓવારા ખાતે "આશીર્વાદનો દીવડો" કાર્યક્રમ અંતર્ગત તાપી માતાની ભવ્ય દીવડા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં તાપી કિનારે 10,000 જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ અદભુત નજારો જોવા અને વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આખો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. લિંબાયતમાં 20 હજાર દીવડા પ્રગટાવી કરાઈ પ્રાર્થના લિંબાયત વિધાનસભા મતવિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પણ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ વિશેષ મહાઆરતીનું આયોજન કરાયું હતું. અહીં 20,000 થી વધુ દીવડાઓ પ્રજ્વલિત કરી પીએમ નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આશીર્વાદ માંગવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી સી.આર. પાટીલ ઉપરાંત ભાજપના સુરત મહાનગર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડે, ડે. મેયર સુધાકરભાઈ ચૌધરી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી કિશોર બિંદલ સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરે ભૂમિ સીમાંકન અને સ્વામિત્વ યોજનાની સમીક્ષા કરી:રાજપર(કું) અને કુંતાસીની મુલાકાત લઈ અધિકારીઓને ચોકસાઈ જાળવવા સૂચના આપી
    Next Article
    76,000 દીવડાથી સૂરસાગર તળાવ ઝળહળ્યું, ડ્રોન VIDEO:PM મોદીના જન્મદિવસ નિમિતે 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment